Coronavirus: કોરોનાથી હેલ્થ વર્કરનું મૃત્યુ થયુ હશે તો 48 કલાકમાં થશે ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ

|

Jun 02, 2021 | 12:43 PM

Coronavirus : સરકારે કોરોનાથી મૃત્યુ થયેલા હેલ્થ વર્કસના મૃત્યુના વીમા દાવાના સેટલમેન્ટ (ચૂકવણીની રકમ) માટે એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત હવે જિલ્લા અધિકારી વીમા (Insurance) દાવાને પ્રમાણિત (certified) કરશે અને વીમા કંપની 48કલાકની અવધિના અંદર દાવાનો સ્વીકાર કરશે અને સેટલમેન્ટ કરશે.

Coronavirus: કોરોનાથી હેલ્થ વર્કરનું મૃત્યુ થયુ હશે તો 48 કલાકમાં થશે ઇન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus : કેન્દ્ર સરકારે કોવિડ-19 સામે લડનારા હેલ્થ વર્કર્સને (Health Workers) લઇ એક મોટુ પગલું લીધુ છે. સરકારે કોરોનાથી મૃત્યુ થયેલા હેલ્થ વર્કસના મૃત્યુના વીમા દાવાના સેટલમેન્ટ (ચૂકવણીની રકમ) માટે એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લીધો છે.

આ અંતર્ગત હવે જિલ્લા અધિકારી વીમા (Insurance) દાવાને પ્રમાણિત (certified) કરશે અને વીમા કંપની 48કલાકની અવધિના અંદર દાવાનો સ્વીકાર કરશે અને સેટલમેન્ટ કરશે. (ચૂકવણીની રકમ) આરોગ્ય સેવા આપનારાની સુરક્ષા કેન્દ્ર સરકારની પહેલી પ્રાથમિકતા છે.

આપને જણાવી દઇએ કે પીએમ ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)અંતર્ગત કોવિડ-19 સામે લડનારા આરોગ્ય કર્મીઓના ઇલાજ દરમ્યાન આરોગ્ય કર્મીઓના મૃત્યુ પર સરકાર 50 લાખ રુપિયાનું વીમા કવર આપે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સરકારે આ યોજના કોવિડ દર્દીઓની સાર સંભાળ માટે તેમજ એ લોકો માટે તૈયાર કરી છે જે લોકો કોવિડ-19 દર્દીઓના સીધા સંપર્કમાં આવ્યા છે. તેમના પર આનાથી પ્રભાવિત થવાનો ખતરો હતો. આ યોજના ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપનીની (NIACL) વીમા પોલિસી દ્વારા કાર્યાન્વિત કરવામાં આવી રહી છે. અત્યાર સુધી વીમા પોલિસીને બે વાર વધારવામાં આવી છે.

રાજ્યો અને લાભાર્થી આ મામલાને ઉઠાવી રહ્યા હતા કે વીમા દાવાના સેટલમેન્ટને  કરવામાં મોડુ થઇ રહ્યુ છે. આ વિલંબને ઓછો કરવા માટે અને વીમા દાવાને સરળ બનાવવા માટ એક નવી પ્રણાલી શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.જિલ્લા અધિકારી પ્રત્યેક કેસમાં એ પ્રમાણિત કરશે કે દાવા SOPના અનુરુપ છે. જિલ્લા અધિકારીના આ પ્રમાણ પત્રના આધાર પર વીમા કંપની 48 કલાકની અવધિ અંતર્ગત દાવાને અપ્રુવલ આપી સેટલમેન્ટ કરશે.

તુરંત પ્રકિયા પૂર્ણ કરવા જિલ્લા અધિકારી પણ તેમનાથી શક્ય કાર્યવાહી કરશે. કેન્દ્ર સરકારના હૉસ્પિટલ/એઇમ્સ/રેલવે વગેરે કેસમાં પણ દાવાને પ્રમાણિત કરશે.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ નવી પ્રણાલી વિશે તમામ રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશના પ્રશાસનને સૂચના આપી છે. તત્કાળ પ્રભાવથી લાગુ થઇ ગયુ છે.

Next Article