Republic Day 2022: કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યા ઓછી રાખવામાં આવી, માત્ર 5 થી 8 હજાર લોકો જ રાજપથ પર પહોંચી શકશે

|

Jan 18, 2022 | 9:03 PM

કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને કારણે રાજપથ પર માત્ર 5,000 થી 8,000 લોકોને જ મંજૂરી આપી શકાય છે. સમારંભમાં, માત્ર પુખ્ત વયના લોકો કે જેમણે બંને ડોઝ લીધા છે અને 15 વર્ષથી વધુ ઉંમરના બાળકો જેમણે એક ડોઝ લીધો છે તેમને મંજૂરી આપવામાં આવશે.

Republic Day 2022: કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યા ઓછી રાખવામાં આવી, માત્ર 5 થી 8 હજાર લોકો જ રાજપથ પર પહોંચી શકશે
Republic Day Parade - File Photo

Follow us on

દેશમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે આ વખતે દિલ્હીના રાજપથ પર યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યામાં ભારે ઘટાડો થઈ શકે છે. કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોને કારણે રાજપથ પર માત્ર 5,000 થી 8,000 લોકોને જ મંજૂરી આપી શકાય છે. સમારંભમાં, માત્ર પુખ્ત વયના લોકો કે જેમણે બંને ડોઝ લીધા છે અને 15 વર્ષથી વધુ ઉંમરના બાળકો જેમણે એક ડોઝ લીધો છે તેમને મંજૂરી આપવામાં આવશે. અહેવાલ અનુસાર, એક અધિકારીએ કહ્યું, અમે નથી ઈચ્છતા કે પ્રજાસત્તાક દિવસ પરેડ સમારોહ સુપરસ્પ્રેડર ઈવેન્ટ બને. દર્શકોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. અમે હજુ પણ અંતિમ સંખ્યા નક્કી કરવા માટે કામ કરી રહ્યા છીએ, પરંતુ તે માત્ર 5 થી 8 હજારની વચ્ચે જ હશે.

ગયા વર્ષે, કોવિડ-19ના પ્રકોપ વચ્ચે લગભગ 25,000 લોકોએ ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લીધો હતો. તે જ સમયે, કોવિડ રોગચાળા પહેલા, લગભગ 1.25 લાખ લોકો આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેતા હતા. અધિકારીએ કહ્યું કે આ વખતે પ્રજાસત્તાક દિવસની પરેડ સવારે 10 વાગ્યાને બદલે 10.30 વાગ્યે શરૂ થશે, જેથી પરેડ અને ફ્લાય પાસ્ટ દરમિયાન સારી રીતે દૃશ્યતા રહે. ફ્લાય પાસ્ટ દરમિયાન, 75 એરક્રાફ્ટ ભારતની આઝાદીના 75માં વર્ષ તરીકે ભાગ લેશે.

પ્રજાસત્તાક દિવસની ઉજવણી 23મી જાન્યુઆરીથી શરૂ થશે

આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી 24 જાન્યુઆરીના બદલે 23 જાન્યુઆરીથી શરૂ થશે અને 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ સમાપ્ત થશે. 23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવવામાં આવશે. 23 જાન્યુઆરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ગેટ પર આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓને સુભાષ ચંદ્ર બોઝ પુરસ્કાર એનાયત કરશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શહીદોના પરિવારજનોને બેજ આપવામાં આવશે

અધિકારીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘શહીદો કો શત શત નમન’ કાર્યક્રમ શરૂ કરશે, જેમાં શહીદોના બલિદાનનું સન્માન કરવામાં આવશે. તેમણે કહ્યું, લગભગ 5,000 શહીદોના પરિવારના સભ્યોને NCC કેડેટ્સ દ્વારા કૃતજ્ઞતાના પ્રતીક તરીકે બેજ આપવામાં આવશે. તમામ બેજ પર વડાપ્રધાનની સહી હશે. પરેડ દરમિયાન કોવિડ-19 સંબંધિત તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. લોકોના બેસવાની વ્યવસ્થા કરતી વખતે સામાજિક અંતરના નિયમોનું પાલન કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Corona India Update: કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોના સંબધિત જરૂરી વ્યવસ્થા કરવાની સલાહ આપી

આ પણ વાંચો : UP Assembly Election: મમતા બેનર્જી 8 ફેબ્રુઆરીએ લખનૌમાં અખિલેશ સાથે સભા કરશે, સમાજવાદી પાર્ટીને આપશે સમર્થન

આ પણ વાંચો : Goa Assembly Election: પંજાબ બાદ આમ આદમી પાર્ટી આવતીકાલે ગોવામાં સીએમ ઉમેદવારના નામની કરશે જાહેરાત

Next Article