Corona Update:છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19(Covid-19) ના 25,920 નવા કેસ નોંધાયા છે અને 492 લોકોના મોત થયા છે. આ દરમિયાન 66,254 લોકો કોરોના વાયરસ (Coronavirus) થી સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 4,19,77,238 લોકો કોરોનાથી સાજા થયા છે. આ ઉપરાંત, હવે ભારતમાં સક્રિય કોરોના(Active Corona Case In India) કેસોમાં ઘટાડો થયો છે અને આ સંખ્યા હવે ત્રણ લાખથી પણ ઓછી થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોરોનાના 2,92,092 સક્રિય દર્દીઓ છે. ગઈકાલે દેશમાં કોરોનાના 30 હજાર 757 કેસ નોંધાયા હતા. એટલે કે ગઈકાલની સરખામણીમાં આજે નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં રિકવરી રેટ (Recovery Rate) હાલમાં 98.12% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી રેટ 2.07% છે. આ સિવાય, સાપ્તાહિક પોઝિટીવિટી રેટ 2.76% છે. અત્યાર સુધીમાં રસીકરણની કુલ સંખ્યા 1,74,64,99,461 થઈ ગઈ છે. કોરોના ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,54,893 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં લગભગ 75.68 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
India reports 25,920 fresh COVID cases (4,837 less cases than yesterday), 492 deaths, and 66,254 recoveries in the last 24 hours
Active case: 2,92,092
Daily positivity rate: 2.07%
Total recoveries: 4,19,77,238Total vaccination: 1,74,64,99,461 pic.twitter.com/5nCtJV1u6m
— ANI (@ANI) February 18, 2022
દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ગુરુવારે 5 મોત બાદ રાજ્યમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 26091 પર પહોંચી ગયો છે. દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા અત્યાર સુધીમાં 1854167 પર પહોંચી ગઈ છે. ગુરુવારે 905 દર્દીઓ સાજા થયા બાદ, રાજ્યમાં ચેપમાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 1825050 થઈ ગઈ છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દિલ્હીમાં કોરોનાનો કુલ ચેપ દર 5.18% થઈ ગયો છે. જો આપણે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વિશે વાત કરીએ, તો રાજ્યમાં આ સંખ્યા 13183 થી ઘટીને 12324 પર આવી ગઈ છે.
ગોવાના આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યએ કોવિડ-19 વિરોધી રસી માટે પાત્રતા ધરાવતા 18 વર્ષથી વધુ ઉંમરના રાજ્યના તમામ 11.66 લાખ રહેવાસીઓને રસી આપીને 100% સંપૂર્ણ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
આ પણ વાંચો : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટ આજે દોષિતોને સંભળાવશે સજા, 77 પૈકી 49ને કોર્ટે કર્યા છે દોષિત જાહેર