ઈટાલીથી આવેલી ફ્લાઈટમાં સતત બીજા દિવસે કોરોનાનો વિસ્ફોટ, કુલ 285 માંથી 170 મુસાફરો કોરોના પોઝિટિવ

|

Jan 07, 2022 | 6:03 PM

આપને જણાવી દઈએ કે ગુરુવારે પણ ઈટાલીથી ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટના 170 યાત્રીઓમાંથી 125 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.

ઈટાલીથી આવેલી ફ્લાઈટમાં સતત બીજા દિવસે કોરોનાનો વિસ્ફોટ, કુલ 285 માંથી 170 મુસાફરો કોરોના પોઝિટિવ
File Photo

Follow us on

દેશમાં કોરોના સંક્રમણના કેસ (Corona Cases) ઝડપથી વધી રહ્યા છે. દરરોજ કોરોનાનો ગ્રાફ ઉપર ચઢતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પંજાબના (Punjab) અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત બીજા દિવસે ઈટાલીથી (Italy) આવેલા પ્લેનમાં મોટી સંખ્યામાં મુસાફરો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. સમાચાર અનુસાર, વિમાનમાં સવાર 285 મુસાફરોમાંથી 170 મુસાફરોનો કોરોના રિપોર્ટ (Corona Report) પોઝિટિવ આવ્યો છે. તમામ મુસાફરોને અમૃતસરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

ગુરુવારે 170 યાત્રીઓમાંથી 125 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા

આપને જણાવી દઈએ કે ગુરુવારે પણ ઈટાલીથી ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટના 170 યાત્રીઓમાંથી 125 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા. સમાચાર અનુસાર, નોઈઝ એરલાઈનની ફ્લાઈટ કુલ 285 મુસાફરો સાથે મિલાન શહેરથી અમૃતસર માટે રવાના થઈ હતી. જ્યારે આ પ્લેન અમૃતસર પહોંચ્યું ત્યારે યાત્રીઓની કોરોના તપાસ કરવામાં આવી ત્યારે હોબાળો મચી ગયો હતો.

વિમાનમાં સવાર 285 મુસાફરોમાંથી 170 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સતત બીજો દિવસ છે જ્યારે ઇટાલીથી આવેલા વિમાનમાં આટલી મોટી સંખ્યામાં મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

કોરોનાને કારણે અત્યાર સુધીમાં 54 લાખથી વધુ લોકોના મોત થયા

કોરોના વાયરસ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 30 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે, જ્યારે આ રોગચાળાને કારણે 54 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઇટાલીમા પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. એક દિવસમાં પ્રથમ વખત અહીં 2 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે.

ઈટાલીના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 219,441 નવા કેસ સામે આવ્યા છે અને આ એક દિવસમાં કોરોના કેસમાં સૌથી વધુ વધારો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ગઈકાલથી અત્યાર સુધીમાં 11.3 લાખથી વધુ કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ઈટાલીમાં પ્રથમ વખત કોરોનાના નવા કેસ એક દિવસમાં 2 લાખને વટાવી ગયા

રિપોર્ટ અનુસાર, ઈટાલીમાં કોરોના કેસમાં એક દિવસના મામલામાં નવો રેકોર્ડ બન્યો હતો કારણ કે એક દિવસ પહેલા બુધવારે 189,109 કેસ નોંધાયા હતા જ્યારે ગુરુવારે કોરોનાના 219,441 નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસથી સંબંધિત મૃત્યુની દૈનિક સંખ્યા 231 થી ઘટીને 198 થઈ ગઈ છે.

ફેબ્રુઆરી 2020 થી ઇટાલીમાં કોરોના વાયરસને કારણે 138,474 લોકો માર્યા ગયા છે અને અત્યાર સુધીમાં લગભગ 7 મિલિયન કેસ નોંધાયા છે. દેશમાં હવે કુલ કેસોની સંખ્યા 69.7 લાખને વટાવી ગઈ છે, જ્યારે દેશમાં લગભગ 16 લાખ કોરોના વાયરસના દર્દીઓ છે, જેમાંથી 1,467 દર્દીઓ હાલમાં ICU માં સારવાર લઈ રહ્યા છે.

 

આ પણ વાંચો : Uttar Pradesh: કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું, કહ્યું- જે લોકો આતંકનું વાતાવરણ બનાવતા હતા તેઓ આજે દેખાતા નથી

આ પણ વાંચો : તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 7 દિવસનું હોમ આઇસોલેશન ફરજિયાત, સરકારનો આદેશ

Next Article