Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે

|

May 31, 2021 | 5:19 PM

જો કે ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે રસીકરણની અત્યાર સુધીની ગતિ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ફક્ત 35 થી 40 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.

Supreme Court માં કેન્દ્ર સરકારનો દાવો, વર્ષના અંત સુધીમાં 18 થી વધુ ઉંમરના તમામનું Vaccination પૂર્ણ થશે
FILE PHOTO

Follow us on

દેશમાં કોરોના મહામારી વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણ (Vaccination) અભિયાન અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) સમક્ષ વિવિધ વિગતો રજૂ કરી છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને ગતિ આપવાની દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્વનો દાવો રજૂ કર્યો છે. રસીકરણ અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણીમાં કેન્દ્ર સરકારે આ દાવો રજૂ કર્યો છે.

2021ના અંત સુધીમાં તમામનું થશે રસીકરણ
રસીકરણ (Vaccination) અંગે કરવામાં આવેલી એક અરજીની સુનવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં દાવો કર્યો છે કે 2021 ના ​​અંત સુધીમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે.

જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો

સરકારે કોર્ટને એમ પણ કહ્યું કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં માત્ર 5 ટકા લોકો રસીના બન્ને ડોઝ મેળવી શક્યા છે. જો કે ઘણા નિષ્ણાતો દાવો કરે છે કે રસીકરણની અત્યાર સુધીની ગતિ અનુસાર આ વર્ષના અંત સુધીમાં ફક્ત 35 થી 40 ટકા વસ્તીને રસી આપવામાં આવશે.

 

કંપનીઓ સાથે વેક્સિન માટે વાત શરૂ : કેન્દ્ર
રસીકરણ (Vaccination) અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો કે વિદેશોમાંથી રસી ખરીદવા અંગે રાજ્ય સરકારો ગ્લોબલ ટેન્ડર બહાર પાડી રહી છે, શું આ કેન્દ્ર સરકારની નીતિ છે? આના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે વેક્સિનની ખરીદી માટે ફાયઝર જેવી કંપનીઓ સાથે વાત શરૂ છે. જો આ વાતચીત સફળ રહી તો વર્ષના અંત સુધીમાં 18 થી ઉપરના તમામ લોકોનું રસીકરણ થઇ જાય એટલા પ્રમાણમાં વેક્સિનના ડોઝ ઉપલબ્ધ થશે.

સુપ્રીમે CoWIN અંગે કેન્દ્રની ઝાટકણી કાઢી
રસીકરણ (Vaccination) ના રજીસ્ટ્રેશન માટેના CoWIN પોર્ટલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સુપ્રીમે કહ્યું કે કેન્દ્ર સરકાર ‘ડીઝીટલ ઇન્ડિયા’ નો રાગ આલાપે છે, પણ ડીઝીટલ ઇન્ડિયા ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી. રસીકરણ માટે Covin પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને જસ્ટિસ રવીન્દ્ર ભટની ખંડપીઠે સરકારને પ્રશ્ન કર્યો કે શું આ ગ્રામ્ય વિસ્તારોમાં શક્ય છે ?

ભારત ડીઝીટલ સાક્ષરતાથી ઘણું દુર : સુપ્રીમ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે કેન્દ્ર સરકારનું ડીઝીટલ ઇન્ડિયા ગ્રાઉન્ડ લેવલે દેખાતું નથી. તેમણે આ અંગે વધુમાં કહ્યું,

“ભારત ડીઝીટલ સાક્ષરતાથી ઘણું દુર છે. હું ઇ-સમિતિનો અધ્યક્ષ છું. મેં એ સમસ્યાઓને જોઈં છે જેનાથી આ લોકો પીડાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકારે કડક નીતિ મુકી ઢીલી નીતિ અપનાવવી પડશે. કેન્દ્ર સરકારે ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાને સમજવી જરૂરી છે.”

આ પણ વાંચો : રસીકરણ અભિયાનમાં આવશે ગતિ : જૂન મહિનામાં Serum institute કેન્દ્ર સરકારને Covishield ના 10 કરોડ ડોઝ આપશે

Published On - 5:12 pm, Mon, 31 May 21

Next Article