AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine wastage : રસીનો બગાડ ઓછો કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, રસીની શીશી ખોલ્યા બાદ ચાર કલાકમાં થવો જોઈએ ઉપયોગ

Corona Vaccine wastage : જે રાજ્યોમાં રસીનો બગાડ ઓછો થયો છે તેની કેન્દ્રએ પ્રસંશા કરી છે. કેન્દ્રએ કહ્યું ઘણા રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા યોગ્ય રીતે ચાલવાને લીધે માત્ર રસીનો બગાડ ઓછો થયો નથી, પરંતુ શીશીમાં રહેલી બાકીની રસીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Corona Vaccine wastage : રસીનો બગાડ ઓછો કરવા કેન્દ્રનો રાજ્યોને નિર્દેશ, રસીની શીશી ખોલ્યા બાદ ચાર કલાકમાં થવો જોઈએ ઉપયોગ
સાંકેતિક તસ્વીર
| Updated on: Jun 11, 2021 | 5:11 PM
Share

Corona Vaccine wastage : કોરોના વાયરસ મહામારી સામે રસી એક માત્ર હથિયાર છે. દેશમાં કોરોના મહામ્રી વિરૂદ્ધ રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. દેશમાં હાલ 23 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. તેમજ ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 કરોડ 94 લાખથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. દેશમાં ચાલી રહેલા આ રસીકરણ અભિયાનમાં રસીનો બગાડ એ સૌથી મોટો અવરોધ છે. કોરોના રસીનાના બગાડને રોકવા કેન્દ્ર સરકારે રાજ્યોને ચેતવ્યા છે. કેન્દ્ર સરકારે આ અંગે કેટલાક નિર્દેશો પણ આપ્યાં છે.

શીશી ખોલતા સમયે તારીખ અને સમય લખો : કેન્દ્ર કોરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) ઓછો કરવા માટે ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ અંગે નવી સૂચનાઓ આપી છે.આ મુજબ હવે રસીકરણ કેન્દ્ર અથવા રસી આપનારને રસીની દરેક શીશી ખોલતા સમયે તારીખ અને સમય લખવો પડશે.

ખોલ્યા બાદ ચાર કલાકમાં જ ઉપયોગ કરો : કેન્દ્ર કોરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) ઓછો કરવા ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે જે રસીની શીશી ખોલવામાં આવી રહી છે તે તમામ શીશીઓ ચાર કલાકમાં વાપરવી જોઈએ અથવા તેને અલગ કરી દેવી જોઈએ. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રસીનો 1 ટકા કે તેથી ઓછા વેડફાટની અપેક્ષા રાખવી ગેરવાજબી નથી, પરંતુ તે વાજબી છે અને તે પ્રાપ્ત કરી શકાય છે.

રસીનો બગાડ રોકવો જરૂરી : કેન્દ્ર કેન્દ્રએ કહ્યું છે કે કોરોનાકાળમાં રસી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો બગાડ (Corona Vaccine wastage) અટકાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી વધુમાં વધુ લોકોને રસી આપી શકાય. જે રાજ્યોમાં રસીનો બગાડ ઓછો થયો છે તેની કેન્દ્રએ પ્રસંશા કરી છે. કેન્દ્રએ કહ્યું ઘણા રાજ્યોમાં રસીકરણ પ્રક્રિયા યોગ્ય રીતે ચાલવાને લીધે માત્ર રસીનો બગાડ ઓછો થયો નથી, પરંતુ શીશીમાં રહેલી બાકીની રસીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક સત્રમાં ઓછામાં ઓછા 100 લોકોનું રસીકરણ થાય : કેન્દ્ર કેન્દ્ર સરકારે સલાહ આપી છે કે રાજ્યોએ રસીકરણ દરમિયાન એક સત્રમાં ઓછામાં ઓછા 100 લાભાર્થીઓને રસી આપવી જોઈએ. દુર્ગમ વિસ્તારોમાં રાજ્યો ઓછા લોકો માટે રસી સત્રો શરૂ કરી શકે છે, પરંતુ આ સમય કરોના રસીનો બગાડ (Corona Vaccine wastage) થાય નહિ તેની કાળજી લેવી જોઈએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે પૂરતા પ્રમાણમાં લાભાર્થીઓ હાજર હોય ત્યારે જ રસીકરણનું સત્ર શરૂ થવું જોઈએ.

આ પણ વાંચો : Corbevax Vaccine ના વૈજ્ઞાનિક ડેટાથી ડોકટરો ઉત્સાહિત, સપ્ટેમ્બર સુધીમાં ઉપલબ્ધ થવાની સંભાવના

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">