ભાવનગર : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની કાર્યકરો સાથે બેઠક, સ્વાગતના ઉત્સાહમાં ભૂલાયા નિયમો

| Edited By: | Updated on: Jan 13, 2022 | 10:40 PM

કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જગદીશ ઠાકોરે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો સાથે બેઠક કરી હતી.

રાજ્યમાં ભલે કોરોનાના કેસ વધતા હોય, પરંતુ નેતાઓને કોઇ જ ફરક નથી પડી રહ્યો. ભાવનગરની (Bhavnagar)મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ (Congress President) જગદીશ ઠાકોરે (Jagdish Thakor)કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક કરી. જોકે આ બેઠક અગાઉ સ્વાગતના ઉત્સાહમાં નિયમો નેવે મુકાયા. કોંગ્રેસના કાર્યકરોએ ન સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું કે ન પહેર્યું માસ્ક. બસ બેફામ બનીને પ્રદેશ અધ્યક્ષના સ્વાગતમાં કાર્યકરો નિયમ તોડતા જ ગયા. ખુદ જગદીશ ઠાકોર પણ વગર માસ્કે જોવા મળ્યા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે નેતાઓ જ CORONAના નિયમ તોડશે તો પ્રજામાં શું સંદેશ જશે.

કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે જગદીશ ઠાકોરે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો સાથે બેઠક કરી હતી. તેઓ પ્રથમવાર ભાવનગર આવ્યા હોવાથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

તો અહીં જગદીશ ઠાકોરે કોરોનાની સ્થિતિ બાબતે સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર માત્ર તાયફાઓ કરે છે. અને, પ્રજાના દુઃખના સમયમાં સાથે હોતી નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે, સરકાર વાઇબ્રન્ટ પાછળ ખર્ચ કરે છે અને દર્દીઓની સંભાળ લેતી નથી.

આ પણ વાંચો : ગાંધીનગરઃ વકીલોને કોર્ટમાં પ્રવેશ ન આપતા વિરોધ, ઓનલાઇન કામગીરી માટે કોર્ટમાં આવવા દેવા રજૂઆત

આ પણ વાંચો : Surat : માંડવીના આમલી ડેમના પાણીમાં લાપતા 5 મજુરોની શોધખોળ તેજ, 20થી વધુ ટીમો કામે લાગી