ગુજરાતમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા, કુલ એક્ટીવ કેસની સંખ્યા 148 થઇ

|

Apr 11, 2022 | 7:58 PM

11 એપ્રિલના રોજ કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 18 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા, કુલ એક્ટીવ કેસની સંખ્યા 148 થઇ
35 new cases of corona were reported in Gujarat today (ફાઇલ)

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસના ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 11 એપ્રિલના રોજ કોરોનાના નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 16 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 18 કેસ ગાંધીનગરમાં(Gandhinagar) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,992 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 148 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા એક કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો ગાંધીનગરમાં 18, અમદાવાદમાં 09, વડોદરામાં 04, ગાંધીનગ કોર્પોરેશનમાં 01, જામનગર કોર્પોરેશનમાં 01, તથા મહેસાણા અને કચ્છમાં 01-01 કેસ નોંધાયા છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગુજરાતમાં કોરોના ના વધુ એક વેરિયન્ટ ની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 5 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :

હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ

ભારતમાં ઘૂસણખોરી કરતા 6 બાંગ્લાદેશીઓની ધરપકડ, BSFએ માનવતા દાખવી BGBને સોંપ્યા

Next Article