ગુજરાતમાં કોરોનાના નવા 2560 કેસ, 24 લોકોએ જીવ ગુમાવ્યો, 8812 સાજા થયા

kirit bantwa

kirit bantwa |

Updated on: Feb 09, 2022 | 8:30 PM

ગુજરાતમાં 09 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 2560 કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાના લીધે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરજિલ્લામાં 986 નવા કેસ મળ્યા અને 7 લોકોનાં મોત થયા છે, જ્યારે વડોદરા શહેરજિલ્લામાં કોરોનાના 406 નવા કેસ નોંધાયા અને 3 લોકોના મોત થયા છે

ગુજરાતમાં કોરોનાના નવા 2560 કેસ, 24 લોકોએ જીવ ગુમાવ્યો, 8812 સાજા થયા
ગુજરાતના 8 મહાનગરોમાં કોરોના કેસ

ગુજરાતમાં 09 ફેબ્રુઆરીના રોજ કોરોનાના નવા 2560 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 28 લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં 986 નવા કેસ મળ્યા અને 7 લોકોનાં મોત થયા છે, જ્યારે વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 406 નવા કેસ નોંધાયા અને 3 લોકોના મોત થયા છે. તો રાજકોટ શહેર-જિલ્લામાં 134 પોઝિટિવ કેસ નોંધાયા અને 3 લોકો મોતને ભેટ્યા છે. સુરતમાં કોરોના માત્ર 161 નવા કેસ નોંધાયા અને 3 લોકોનાં મોત. ભાવનગરમાં કોરોનાન 43 નવા પોઝિટિવ કેસ નોંધાયા અને 2 લોકોનાં મોત થયા. દેવભૂમિ દ્વારકામાં 14 નવા દર્દી મળ્યા અને 2 નું મૃત્યુ થયું છે. મહેસાણામાં 106 નવા દર્દી મળ્યા અને 1 નું મૃત્યુ થયું છે. ભરૂચ, મોરબી અને મહિસાગર જિલ્લામાં પણ 1-1 મોત થયાં છે.

બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 8812 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ વધીને 96.85 ટકા થઈ ગયો છે.તેમજ વેન્ટિલેટર પરના 171 દર્દી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 740 લોકોનાં મોત થયા છે.અત્યાર સુધીમાં 11 લાખ 70 હજાર 117 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

Gujarat Corona City Updateએક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27 હજાર 355 એક્ટિવ કેસ છે, જેમાંથી 171 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 27 હજાર 184 દર્દીની હાલત સ્થિર છે.રાજ્યના મહાનગરોમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે વેક્સિનના 1,37,094 ડોઝ અપાયા છે. આ સાથે રાજ્યમાં વેક્સિનના કુલ 10,03,43,811 ડોઝ અપાઈ ચૂક્યા છે.

રાજ્યમાં નાગરિકોને 10 કરોડથી વધુ ડોઝ અપાયાઃ વાઘાણી

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી (Jitubhai Waghani) એ જણાવ્યું કે દેશના નાગરિકોને કોવિડ-19થી સુરક્ષિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ના માર્ગદર્શન હેઠળ વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન દેશભરમાં યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ (Chief Minister Bhupendrabhai Patel)ના માર્ગદર્શન હેઠળ ગુજરાતે 10 કરોડથી વધુ ડોઝથી નાગરિકોને સુરક્ષિત કરીને દેશભરમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યું છે. આગામી સમયમાં પણ 100 ટકા રસીકરણ થાય એ માટેના સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઇ રહ્યુ છે. રાજ્યમાં 10 કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવા બદલ મુખ્યમંત્રીશ્રીએ તમામ આરોગ્ય કર્મીઓ તથા સહકાર આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણયઃ અંતરિયાળ વિસ્તારમાં મહેસૂલી સેવાઓ સ્થળ પર પૂરી પાડવા મહેસૂલ મેળાઓ યોજાશે

આ પણ વાંચોઃ Kalol: અમેરિકા મોકલવાના પૈસાની માગણીમાં થયેલાં ફાયરિંગનો કેસઃ કથિત વાતચીતની ઓડીયો કલીપ ફરતી થઈ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati