Breaking News : ગુજરાતમાં આજે કોરોનાના નવા નોંધાયા 170 કેસ

આજે નવા સામે આવેલા કોરોનાના 170 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વઘીને 717 થવા પામી છે. જેમાંથી આજે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Breaking News : ગુજરાતમાં આજે કોરોનાના નવા નોંધાયા 170 કેસ
| Edited By: | Updated on: Jun 06, 2025 | 8:30 PM

દેશભરમાં ફરી એકવાર કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશની સાથેસાથે ગુજરાતમાં પણ કોરોનાના નવા કેસ ખૂબ જ વધી રહ્યાં છે. આજે 6 જૂનના રોજ ગુજરાતમાં કોરોનાના નવા 170 કેસ નોંધાયા છે. કોરોનાની નવી લહેર ચિંતાજનક નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી હોવાનું ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ જણાવી રહ્યાં છે.

રાજ્યમાં આજે નવા સામે આવેલા કોરોનાના 170 કેસની સાથે ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વઘીને 717 થવા પામી છે. જેમાંથી આજે 68 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે 694 કેસના દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે. 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરમાં આજે કોરોનાના વધુ 8 કેસ નોંધાયા

જામનગર શહેરમા કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે વધુ 8 નવા કેસ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં જામનગરમાંથી કુલ 54 કેસ કોરોનાના નોંધાયા છે. હજુ 38 કોરોનાના પોઝીટીવ દર્દી હોમ ક્વોરીનટાઇન છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાની પોઝીટીવ દર્દી નોધાયા છે.

વડોદરામાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા

વડોદરામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાના કુલ 17 દર્દીઓ છે. બિલ, ભાયલી, અટલાદરા, કપુરાઇ, નવાયાર્ડ વિસ્તારમાં નોંધાયા છે નવા કેસ. 2 મહિલા સહિત કુલ 11ને કોરોના પોઝિટિવ એક દિવસમાં નોંધાયા છે. તમામ 17 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.

કોવિડ-19, જેને કોરોના વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એક ચેપી વાયરલ રોગ છે. આ વાયરસ 2019માં ચીનના વુહાનમાં પહેલીવાર જોવા મળ્યો હતો. હવે ફરી વિદેશમાં હાહાકાર મચાવી રહ્યો છે.  કોરોનાના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..