ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ

|

Apr 13, 2022 | 8:10 PM

ગુજરાતમાં કોરોનાના (Corona) આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06, વડોદરામાં 03 અને ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 10 કેસ નોંધાયા, એકટીવ કેસની સંખ્યા 156 થઇ
10 new cases of corona were reported in Gujarat today (ફાઇલ)

Follow us on

12 એપ્રિલના રોજ ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઉછાળા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 13 એપ્રિલના રોજ કોરોનાના નવા 10 કેસ નોંધાયા હતા. જ્યારે 06 દર્દીઓ સાજા થયા છે. જેમાં રાજયમાં સૌથી વધારે 06 કેસ અમદાવાદમાં(Ahmedabad) નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,018 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 09 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 156 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 06, વડોદરામાં 03 અને ગાંધીનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટની એન્ટ્રી

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગુજરાતમાં કોરોનાના વધુ એક વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં કોરોનાના દર્દીમાં પહેલો XE વેરિયન્ટ જોવા મળ્યો છે. 5 દિવસ પહેલા વડોદરા (Vadodara) આવેલા મહારાષ્ટ્રના મુસાફરના કોવિડ ટેસ્ટમાં XE વેરિયન્ટ હોવાની થઈ પૃષ્ટિ થઈ છે. હાલ આ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે. દર્દીના ડાયરેકટ સંપર્કમાં આવેલ 2 લોકોના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે XE વેરિયન્ટ ઘાતકી નથી. ઓમીક્રોન જેવો માઈલ્ડ વેરિયન્ટ છે તેથી લોકોએ ગભરાવવાની જરૂર નથી.મુંબઇના સંતાક્રુઝના રહેવાસી 67 વર્ષીય વૃદ્ધ 12મી માર્ચે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવ્યા હતા. તેમને ઉધરસ અને તાવ લાગતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ શંકાસ્પદ લાગતાં જીનોમ સિક્વન્સ માટે આ રિપોર્ટ મોકલવામાં આવેવ્યો હતો. ગઈ કાલે આવેલ રિપોર્ટમાં XE વેરિયન્ટ દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા અગમચેતીના જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે હિંમતનગર અને ખંભાતમાં હિંસાની ઘટના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા

અમદાવાદમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલરની ચોરી કરતા બે રીઢા ચોરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

Next Article