ગુજરાતમાં આજે કોરોનાના નવા 04 કેસ નોંધાયા, અમદાવાદમાં પ્રથમવાર એક પણ કેસ નહીં

|

Apr 16, 2022 | 7:34 PM

ખાસ નોંધનીય વાત એ છેકે સતત કોરોના (corona) મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી,

ગુજરાતમાં આજે કોરોનાના નવા 04 કેસ નોંધાયા, અમદાવાદમાં પ્રથમવાર એક પણ કેસ નહીં
Corona (symbolic image)

Follow us on

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસના ઘટાડા વચ્ચે ફરી એકવાર કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આજે 16 એપ્રિલના રોજ કોરોનાના નવા 04 કેસ નોંધાયા હતા. જ્યારે 32 દર્દીઓ સાજા થયા છે. આજે રાજયમાં સૌથી વધારે 03 કેસ વડોદરા જિલ્લામાં(Vadodara)નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધી કુલ 12,13,074 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 126 છે. જેમાં એક પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાને કારણે એક પણ મોત નોંધાયું નથી.

ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો વડોદરા કોર્પોરેશનમાં 02 કેસ, વડોદરામાં 01 અને સાબરકાંઠામાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ખાસ નોંધનીય વાત એ છેકે સતત કોરોના મહામારીનો સામનો કરી રહેલા અમદાવાદમાં પ્રથમ વખત એવું બન્યું છેકે એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી, તથા ગાંધીનગરમાં વચ્ચે નોંધાયેલા કોરોના વિસ્ફોટ બાદ ગાંધીનગરમાં પણ કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. આ સાથે રાજયમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર વધારો નોંધાઇ રહ્યો છે. આજે કોરોનાને કારણે રાજયમાં કુલ 32 દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકામાં 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જયારે વડોદરામાં કુલ 08 દર્દીઓ સાજા થયા છે. અને ડાંગ જિલ્લામાં 01 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ભલે કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે XE નામના કોરોના વાયરસનું એક નવું મ્યુટન્ટ છે, જે Omicron ના BA.2 સબ-વેરિયન્ટ કરતા લગભગ દસ ટકા ઓછું છે. વધુ સંક્રમિત બનો. Omicron ના BA.2 સબ-વેરિયન્ટને અત્યાર સુધી જાણીતા COVID-19 નું સૌથી ચેપી માનવામાં આવતો હતો.

આ પણ વાંચો :TV9 Property Expo 2022: બીજા દિવસે પ્રોપર્ટી એક્સ્પોને મળ્યો લોકોનો બહોળો પ્રતિસાદ, એેક જ સ્થળે મળે છે રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માહિતી

આ પણ વાંચો :MI vs LSG Playing XI IPL 2022: પ્રથમ જીત મેળવવા મુંબઈ ઈન્ડિયન્સની આવી છે પ્લયીંગ ઈલેવન, લખનૌ અને મુંબઈએ કર્યો આ ફેરફાર

Next Article