Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Property Expo 2022: બીજા દિવસે પ્રોપર્ટી એક્સ્પોને મળ્યો લોકોનો બહોળો પ્રતિસાદ, એેક જ સ્થળે મળે છે રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માહિતી

TV9 Property Expo 2022: બીજા દિવસે પ્રોપર્ટી એક્સ્પોને મળ્યો લોકોનો બહોળો પ્રતિસાદ, એેક જ સ્થળે મળે છે રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીની માહિતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 4:47 PM

TV9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપોનો (TV9 Property expo 2022) આજે બીજો દિવસ છે. ગઈકાલે વર્કિંગ ડે હોવા છતાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આજે વિકેન્ડ હોવાથી લોકો બહોળી સંખ્યામાં આ એક્સ્પોમાં આવી રહ્યા છે.

TV9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પોનો (TV9 Property expo 2022) આજે બીજો દિવસ છે. અમદાવાદના (Ahmedabad) નરોડા (Naroda)વિસ્તારમાં આયોજિત ત્રિ-દિવસીય પ્રોપર્ટી એક્સ્પો-2022માં આજે બીજા દિવસે પણ લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. વિકેન્ડ હોવાથી લોકો મોટી સંખ્યામાં આ એકસ્પોમાં આવી રહ્યા છે. પૂર્વ અમદાવાદના શ્રેષ્ઠ બિલ્ડર્સ એક સાથે એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી લોકોની સુવિધામાં વધારો થયો છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની 35થી વધુ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી વિશે એક જ સ્થળે માહિતી મળતી હોવાથી લોકો ખુશ છે.

TV9 ગુજરાતીનો પણ આ જ ઉદ્દેશ્ય છે કે, લોકોને પોતાના સપનાના ઘર, ઓફિસ કે જમીન માટે અલગ-અલગ જગ્યાએ ન ફરવું પડે અને એક જ છત નીચે તેમને સંપૂર્ણ અને સચોટ માહિતી મળે. તેમજ સર્વશ્રેષ્ઠ પ્રોપર્ટીની પસંદગીમાં લોકોને દુવિધા ન પડે. TV9 નો હેતુ એ પણ છે કે ખરીદદારોની સંપત્તિ વિકાસશીલ વિસ્તારોમાં હોય, એ પણ એમના બજેટમાં જ.

TV9 ગુજરાતી દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપોનો આજે બીજો દિવસ છે. ગઈકાલે વર્કિંગ ડે હોવા છતાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આજે વિકેન્ડ હોવાથી લોકો બહોળી સંખ્યામાં આ એક્સ્પોમાં આવી રહ્યા છે. TV9 ઉદ્દેશ્ય છે કે પૂર્વ વિસ્તારમાં લોકોને ઘર, જમીન કે ઓફિસ ખરીદવા માટે ફરવું ન પડે અને એક જ જગ્યા પરથી તેમને સંપૂર્ણ માહિતી પણ મળે તે પણ વિવિધ વિકલ્પો સાથે. મુલાકાતીઓ પણ આ પ્રોપર્ટી એક્સ્પોની પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ આ એક્સ્પો દ્વારા ઘરના ઘરનું સપનું પૂરું થશે એવો આશાવાદ લોકો વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Live: PM મોદીએ ખોખરાધામમાં 108 ફુટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">