Vacancies : દેશભરની 43 ક્ષેત્રીય ગ્રામીણ બેંકમાં 11,000થી વધારે જગ્યા ખાલી, આજે જ ભરી દો ફોર્મ

|

Jun 28, 2021 | 7:44 PM

Vacancies : ક્ષેત્રીય ગ્રામીણ બેંકમાં કુલ 11,000થી વધારે વેકેન્સી બહાર પડી છે, 28 જૂન 2021 ફોર્મ ભરવાની અંતિમ તારીખ.

Vacancies : દેશભરની 43 ક્ષેત્રીય ગ્રામીણ બેંકમાં 11,000થી વધારે જગ્યા ખાલી, આજે જ ભરી દો ફોર્મ
સાંકેતિક તસ્વીર

Follow us on

Vacancies : આઈબીપીએસ (IBPS) ક્ષેત્રીય ગ્રામીણ બેંક (આરઆરબી) માટે અધિકારી (સ્કેલ I,II,III)  અને કાર્યાલય સહાયક ( મલ્ટીપર્પઝ ) પદ માટે ઓનલાઇન આવેદન મગાવામાં આવ્યા છે. દેશભરની 43 ક્ષેત્રીય ગ્રામીણ બેકમાં 11,000થી વધારે વેકન્સી છે. ઉમેદવારનું સિલેક્શન સામાન્ય ભર્તી પ્રક્રિયાના માધ્યમથી કરવામાં આવશે.આ માટે ઉમેદવારોને ફોર્મ સબમિટ કરાવવાની છેલ્લી તારીખ 28 જૂન 2021 છે.

ખાલીજગ્યા

ગ્રુપ એ અને ગ્રુપ બી સ્તરમાં 11,000થી વધારે ખાલી જગ્યાઓ ભરવા માટે આવેદન મગાવામાં આવ્યા છે.ઓનલાઇન પરીક્ષાઓ અસ્થાયી રુપથી ઓગષ્ટ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર 2021માં આયોજિત થવાની છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

નોટિફિકેશન ડેટ: 7 જૂન 2021

ઓનલાઇન રજિસ્ટ્રેશન : 8 જૂન- 28 જૂન 2021

ફી ભરવાની અંતિમ તારીખ : 28 જૂન 2021

પરીક્ષા પહેલા પ્રશિક્ષણનું આયોજન : 19 જુલાઇ 2021થી 25 જુલાઇ 2021

ઓનલાઇન પરીક્ષા : ઓગષ્ટ 2021

યોગ્યતા

1) ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટીપર્પઝ)

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા તેના સમકક્ષ સંસ્થામાંથી કોઇપણ વિષયમાં ગ્રેજ્યુએશન ડિગ્રી

2) અધિકારી – વર્ગ 1 (સહાયક પ્રબંધન  )

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા તેના સમકક્ષ સંસ્થાની કોઇપણ વિષયમાં સ્નાતક ડિગ્રી

3)અધિકારી – વર્ગ 2 (સામાન્ય બેકિંગ અધિકારી) (પ્રબંધક)

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા તેના સમકક્ષ સંસ્થામાંથી ઓછામાં ઓછા 50ટકા સાથે બેંક અથવા ફાયનાન્શિયલ સંસ્થામાં અધિકારી તરીકે બે વર્ષનો અનુભવ

4) અધિકારી વર્ગ-3 એક્સપર્ટ અધિકારી (પ્રબંધક)

સૂચના પ્રૌધોગિકી અધિકારી : કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ઇલેક્ટ્રોનિક્સ / સંચાર / કમ્પ્યૂટર સાયન્સ / સૂચના પ્રૌધોગિકીમાં ગ્રેજ્યુએશન અથવા તેના સમકક્ષ ઓછામાં ઓછા 50%

5) અધિકારી વર્ગ-3 (વરિષ્ઠ પ્રબંધક)

કોઇપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી કોઇપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા તેના સમકક્ષ ઓછામાં ઓછા 50ટકા. આ પદ માટે ફોર્મ ભરવા માટે બેંક અથવા ફાયનાન્શીયલ સંસ્થામાં એક અધિકારી તરીકે ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ જરુરી છે.

વય મર્યાદા

કાર્યાલય સહાયક (મલ્ટીપર્પઝ) 18વર્ષથી 28 વર્ષ

અધિકારી સ્કેલ –III- (વરિષ્ઠ પ્રબંધક) 21વર્ષથી-40 વર્ષ

અધિકારી સ્કેલ – II (પ્રબંધક) – 21વર્ષથી વધારે -32 વર્ષથી ઓછી

અધિકારી સ્કેલ – I (સહાયક પ્રબંધક) 18 વર્ષથી વધારે 30 વર્ષથી ઓછું

  ફોર્મ કેવી રીતે ભરવુ ?

ઉમેદવાર માત્ર ઓનલાઇન ફોર્મ કરી શકે છે. ફોર્મની અન્ય કોઇ રીત નથી.ઉમેદવાર કાર્યાલય સહાયક (મલ્ટીપર્પઝ) અને અધિકારી પદ માટે ફોર્મ ભરી શકે છે. જો કે ઉમેદવાર અધિકારી કેડરમાં માત્ર એક પદ માટે ફોર્મ ભરી શકે છે.

ફોર્મ ભરેલા પ્રત્યેક પદ માટે અલગથી ફી ભરવી પડશે. વધારે જાણકારી માટે આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ www.ibps.in જોઇ શકો છો.

Published On - 11:51 am, Mon, 28 June 21

Next Article