UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ

|

Sep 10, 2021 | 11:58 AM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા માટે 16 જુલાઈ 2021 ના ​​રોજ પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ ગુરૂવારે જાહેર કરવામાં આવ્યુ છે, ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી પરિણામ ચકાસી શકે છે.

UPSC IES ISS Result 2021 : IES અને ISS ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ
UPSC IES ISS Result 2021

Follow us on

UPSC IES ISS Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISS પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો આ UPSC પરીક્ષાઓમાં હાજર રહ્યા હતા તેઓ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ ચકાસી શકે છે. ઉલ્લેખનીય છે કે, UPSC દ્વારા IES અને ISS ની કુલ 26 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા IES અને ISS ની જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા 8 એપ્રિલ 2021 થી શરૂ કરવામાં આવી હતી. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોને 27 એપ્રિલ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.તેમજ આ જગ્યા માટેની પરીક્ષા 16 જુલાઈ 2021 ના ​​રોજ યોજાઈ હતી, જેનું એડમિટ કાર્ડ 29 જૂન 2021 ના ​​રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ પરીક્ષાના પરિણામો UPSC ની ઓફિશિયલ વેબસાઇટ(Official Website) પર અપલોડ કરવામાં આવ્યા છે.

ખાલી જગ્યાની વિગતો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

UPSC દ્વારા IES અને ISS ની કુલ 26 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં ભારતીય આર્થિક સેવા (IES) ની 15 જગ્યાઓ અને ભારતીય આંકડાકીય સેવા (ISS) ની 11 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. જે ઉમેદવારોને આ પોસ્ટ્સ પર પસંદ કરવામાં આવશે તેમને ભારતીય આર્થિક અને આંકડા સંબંધિત વિભાગોમાં નોકરીની તક મળશે.

આ સરળ સ્ટેપથી ચકાસો પરિણામ

Step:1  સૌ પ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ
Step:2  વેબસાઇટના હોમ પેજ પર પરીક્ષા પર ક્લિક કરો.
Step:3  હવે Written Result: Indian Economic Service – Indian Statistical Service Examination, 2021 લિંક પર ક્લિક કરો
Step:4  બાદમાં Document Type લિંક પર જાઓ.
Step :5  પરિણામની PDF ફાઇલ ખુલશે.
Step:6  જેમાં નામ અથવા રોલ નંબરની મદદથી, તમે પરિણામ ચકાસી શકો છો.
Step:7  ઉમેદવારો ઇચ્છે તો પરિણામ ડાઉનલોડ પણ કરી શકે છે.

 

આ પણ વાંચો: RSMSSB Fireman Recruitment 2021 : ફાયરમેન માટે 600 થી વધુ જગ્યા પર ભરતી, જાણો ભરતીની લાયકાત વિશે

આ પણ વાંચો: ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

Next Article