UPSC IAS Main 2021: UPSCએ સિવિલ સર્વિસ મેન્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ચેક

|

Mar 18, 2022 | 4:59 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મેઈન્સ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે.

UPSC IAS Main 2021: UPSCએ સિવિલ સર્વિસ મેન્સનું પરિણામ કર્યું જાહેર, આ રીતે કરો ચેક
પ્રતિકાત્મક તસવીર

Follow us on

UPSC IAS Main 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મેઈન્સ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને પરિણામ જોઈ શકે છે. કમિશને લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી તેમના રોલ નંબર સાથે બહાર પાડી છે. પસંદ કરાયેલા ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યુ) માટે હાજર રહેવા પાત્ર છે. UPSC સિવિલ સર્વિસીસ મેન્સ પરીક્ષા (UPSC IAS Main 2021) લેખિત પરીક્ષા 7 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2022 દરમિયાન લેવામાં આવી હતી. તમામ પરીક્ષાઓ ઓફલાઈન મોડમાં લેવામાં આવી હતી. સિવિલ સર્વિસીસ 2021 ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે કુલ 1823 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

કમિશન ટૂંક સમયમાં જ upsc.gov.in પર ઇન્ટરવ્યુ માટે એડમિટ કાર્ડ જાહેર કરશે. પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યુ) 5મી એપ્રિલ 2022થી શરૂ થશે. ઇન્ટરવ્યુનું સ્થળ UPSC ઓફિસ ધૌલપુર હાઉસ શાહજહાં રોડ, નવી દિલ્હી-110069 છે. કમિશન નિયત સમયે ઇન્ટરવ્યુ શેડ્યૂલ જાહેર કરશે. સારા માર્કસ સાથે ઇન્ટરવ્યુ રાઉન્ડમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ (ગ્રુપ ‘એ’ અને ગ્રુપ ‘બી’) માટે પસંદ કરવામાં આવશે.

આ રીતે પરિણામ કરો ચેક

1. અધિકૃત વેબસાઇટ upsc.gov.in ની મુલાકાત લો.
2. “લેખિત પરિણામ – સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2021” લિંક પર ક્લિક કરો.
3. પરિણામ PDF સ્ક્રીન પર દેખાશે.
4. ભાવિ ઉપયોગ માટે પરિણામ ડાઉનલોડ કરો.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

UPSC IAS પ્રિલિમિનરી પરીક્ષા 2021 10 ઓક્ટોબરના રોજ લેવામાં આવી હતી અને પરિણામ 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. UPSC સિવિલ સર્વિસીસ 2021 પરીક્ષા ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને અન્ય કેન્દ્રીય સેવાઓ હેઠળ કુલ 712 ખાલી જગ્યાઓ ભરવા માટે લેવામાં આવે છે.

UPSCએ જણાવ્યું કે, IAS પરીક્ષાનું પરિણામ માર્ચ 2022 ના છેલ્લા અઠવાડિયામાં આવશે. ઉમેદવારો નામ મુજબ UPSC મુખ્ય પરિણામ પણ ચકાસી શકે છે. કુલ 1823 ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મેઈન્સ પરીક્ષા અંતિમ ભરતી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના માટે DAF ફોર્મ પણ બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: GATE 2022 Answer Key 2022: IIT ખડગપુરે GATE પરીક્ષાની ફાઈનલ આન્સર કી થઈ જાહેર, આ રીતે કરો ચેક

આ પણ વાંચો: Pakistan: PM ઈમરાન ખાનની ખુરશીના પાયા હલ્યા, પાર્ટીના 15 સહયોગી છોડી શકે છે ઈમરાનનો સાથ

Next Article