UGC NET પરીક્ષા સિટી સ્લિપ, જાણો કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એડમિટ કાર્ડ

|

Sep 13, 2022 | 4:00 PM

યુજીસી નેટ (UGC NET) પરીક્ષાની સિટી સ્લિપ અને નેટ એડમિટ કાર્ડની લિંક ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. જાણો એનટીએ નેટ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે 4 સ્ટેપ્સ.

UGC NET પરીક્ષા સિટી સ્લિપ, જાણો કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એડમિટ કાર્ડ
ugc-net-exam-2022

Follow us on

યુજીસી નેટ 2022 (UGC NET 2022) ફેઝ 2 ની પરીક્ષા 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ પરીક્ષાનું આયોજન કરે છે. આ નેટ પરીક્ષા 30 સપ્ટેમ્બર 2022 સુધી લેવામાં આવશે. પરીક્ષા માટે યુજીસી નેટ પરીક્ષા સિટી સ્લિપ (UGC NET Exam City Slip) અને એડમિટ કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. તમે 4 સરળ સ્ટેપમાં યુજીસી નેટ પરીક્ષા સિટી સ્લિપ અને એનટીએ નેટ એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો? આખી પ્રોસેસ અને પરીક્ષા સાથે જોડાયેલી મહત્વની બાબતો આગળ કહેવામાં આવી છે. તમે પોઈન્ટ વાઈઝ સમજી શકો છો કે યુજીસી નેટ એડમિટ કાર્ડ અને પરીક્ષા સિટી ઇન્ટિમેશન સ્લિપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

NET Exam 2022 સ્લિપ કેવી રીતે ડાઉનલોડ કરવી?

એનટીએ દ્વારા યુજીસી નેટ પરીક્ષા સ્લિપ 2022 આજે 13મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે. આ પહેલા તે 11 સપ્ટેમ્બરે અપલોડ થવાનું હતું. તેને ડાઉનલોડ કરવા માટે 4 સ્ટેપ્સ-

  • એનટીએ નેટની વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર NET Exam City Slip Link પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલશે. તમારો નેટ એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ, સિક્યોરિટી કોડ (સ્ક્રીન પર દેખાશે) ભરીને લોગ-ઇન કરો.
  • લોગિન થયા પછી નેટ પરીક્ષા સ્લિપ મળશે. તેના પર ક્લિક કરીને ઓપન કરો, બધી ડિટેલ્સ ચેક કરો અને તેને ડાઉનલોડ કરો.

NET Admit Card ડાઉનલોડ કેવી રીતે કરવું?

યુજીસી નેટ પરીક્ષા 2022 ફેઝ 2 એડમિટ કાર્ડ ત્રણ દિવસ પછી એટલે કે 16 સપ્ટેમ્બર 2022ના રોજ જાહેર કરવામાં આવશે. તમે આ 4 સ્ટેપમાં નેટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો-

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
  • યુજીસી નેટની વેબસાઇટ ugcnet.nta.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર તમને UGC NET Admit card Link મળશે. તેને ક્લિક કરો.
  • ઉમેદવારનું લોગીન પેજ ખુલશે. તમારો NET Application Number અને પાસવર્ડ ફીલ કરો. સ્ક્રીન પર દેખાતા કેપ્ચાને ભરીને સબમિટ બટન પર ક્લિક કરો.
  • લોગિન કર્યા પછી યુજીસી નેટ હોલ ટિકિટ 2022 સ્ક્રીન પર જોવા મળશે. તેને ક્લિક કરીને ઓપન કરો. દરેક જાણકારીને સારી રીતે ચેક કરો અને પછી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

NTAની વેબસાઈટ nta.ac.in પર જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઉમેદવારને નેટ એડમિટ કાર્ડ અથવા પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડ કરવામાં કોઈ સમસ્યા હોય તો તે 011-40759000 પર કોલ કરીને સંપર્ક કરી શકે છે અથવા તમે ugcnet@nta.ac.in પર ઈમેલ મોકલીને સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

Next Article