UBI Recruitment 2021: યુનિયન બેંકમાં મેનેજર સહિતના પદ માટે કરાશે ભરતી, જાણો સમગ્ર વિગત

|

Aug 29, 2021 | 7:39 PM

બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયન બેંકમાં નોકરી મેળવવા માટેની સારી તક સામે આવી છે.

UBI Recruitment 2021: યુનિયન બેંકમાં મેનેજર સહિતના પદ માટે કરાશે ભરતી, જાણો સમગ્ર વિગત
AIIMS Recruitment 2021

Follow us on

UBI Recruitment 2021: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની શોધ કરી રહેલા યુવાનો માટે યુનિયન બેંકમાં નોકરી મેળવવા માટેની સારી તક સામે આવી છે. યુનિયન બેન્ક હેડક્વાર્ટર મુંબઇએ વિવિધ નિષ્ણાત પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવી છે. જેમાં સિનિયર મેનેજર, મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર માટેની જગ્યાઓ સામેલ છે. ઉમેદવારો યુનિયન બેન્ક ભરતી 2021 માટેની અરજી સત્તાવાર વેબસાઇટ Unionbankofindia.co.in પર જઈને કરી શકાય છે.

અરજી પ્રક્રિયા 12 ઓગસ્ટ 2021થી શરૂ થઈ હતી. અને ઉમેદવારો 3 સપ્ટેમ્બર 2021 સુધી પોતાની અરજીઓ ઓનલાઈન સબમિટ કરી શકશે. સૂચના અનુસાર યુનિયન બેંક ભરતી 2021 હેઠળ કુલ 347 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતીઓ MMGS-III, MMGS-II અને MMGS-I ગ્રેડ હેઠળ થશે. પસંદ કરેલા ઉમેદવારોને યુનિયન બેંકની કોઈપણ શાખામાં પોસ્ટ કરી શકાય છે.

Union Bank of India Recruitment 2021 માટે મહત્વની તારીખો:

  1. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ – 12 ઓગસ્ટ 2021
  2. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ – 03 સપ્ટેમ્બર 2021
  3. અરજી ફોર્મ એડિટ કરવાની છેલ્લી તારીખ – 03 સપ્ટેમ્બર 2021
  4. અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લેવાની છેલ્લી તારીખ – 18 સપ્ટેમ્બર 2021
  5. ઓનલાઇન ફી જમા કરવાની તારીખ – 12 ઓગસ્ટ 2021 થી 3 સપ્ટેમ્બર 2021

Union Bank of India Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો:

  1. સીનિયર મેનેજર (રિસ્ક) – 60 પદ
  2. મેનેજર (રિસ્ક) – 60 પદ
  3. મેનેજર (સિવિલ એન્જિનિયર) – 07 પદ
  4. મેનેજર (આર્કિટેક્ટ) – 07 પદ
  5. મેનેજર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) – 02 પદ
  6. મેનેજર મેનેજર (પ્રિન્ટીંગ ટેકનોલોજીસ્ટ) 01 પદ
  7. મેનેજર (ફોરેક્સ) – 50 પદ
  8. મેનેજર (CA) – 14 પદ
  9. આસિસ્ટન્ટ મેનેજર (ટેકનિકલ ઓફિસર) – 26 પદ
  10. આસિસ્ટન્ટ મેનેજર (ફોરેક્સ) – 120 પદ

Union Bank of India Recruitment 2021 માટે લાયકાત:

  1. આસિસ્ટન્ટ મેનેજર- માન્ય સંસ્થામાંથી સ્નાતક અને MBA/PGDBM અથવા એન્જિનિયરિંગ ડિગ્રી.
  2. મેનેજર – સંબંધિત ટ્રેડ/ વિષય અથવા ક્ષેત્રમાં સ્નાતક અથવા પી.જી. ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ પણ હોય.
  3. સીનિયર મેનેજર – CA, CFA, CS અથવા MBA ઓછામાં ઓછા 5 વર્ષના અનુભવ સાથે. ઉંમર

Union Bank of India Recruitment 2021 માટે વય મર્યાદા:

  1. સીનિયર મેનેજર – 30 થી 40 વર્ષ
  2. મેનેજર – 25 થી 35 વર્ષ
  3. આસિસ્ટન્ટ મેનેજર – 20 થી 30 વર્ષ

Union Bank of India Recruitment 2021 માટે અરજી ફી:

  • સામાન્ય કેટેગરી, EWS અને OBC – 850 રૂપિયા
  • SC, ST અને દિવ્યાંગ – મફત

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચો: Ahmedabad: રક્ષાબંધન નિમિતે પરીવાર બહાર ગયો અને ઘરમાં ત્રાટકયા તસ્કરો, 20 લાખ રોકડ સહિત સોનાના દાગીનાની થઇ ચોરી

Next Article