UPSC CDS માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 339 જગ્યાઓ પર થવાની છે ભરતી

|

Aug 24, 2021 | 2:22 PM

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી CDS-2ની પરીક્ષા માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે.

UPSC CDS માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, 339 જગ્યાઓ પર થવાની છે ભરતી
UPSC CDS II Notification 2021:

Follow us on

UPSC CDS II Notification 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાતી (UPSC) CDS-2ની પરીક્ષા માટે અરજી કરવાની આજે અંતિમ તારીખ છે. યુપીએસસી કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસીઝ પરીક્ષા માટેનું નોટિફિકેશન 4 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. UPSC CDS-2 પરીક્ષા માટેની વિગતો જોવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- upsconline.nic.in પર જઈ શકે છે. આ ભરતી દ્વારા કુલ 339 પદ માટે ભરતી કરવામાં આવશે.

તે જ સમયે UPSCએ 14 નવેમ્બર 2021ના ​​રોજ લેવાનારી CDS (2) પરીક્ષાનું આયોજન કર્યું છે. CDSની પરીક્ષા UPSC દ્વારા ભારતીય મિલિટરી એકેડમી, દહેરાદૂન, ઇન્ડિયન નેવલ એકેડેમી, એઝિમાલા, એરફોર્સ એકેડમી, હૈદરાબાદ, ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈ અને ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ચેન્નઈમાં પ્રવેશ માટે ખાતે આયોજિત કરવામાં આવી છે. વર્ષ 2021ની પ્રથમ સીડીએસ પરીક્ષા માટે નોટિફિકેશન ઓક્ટોબર 2020માં જારી કરવામાં આવ્યું હતું.

પદની વિગતો

  1. ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA), દેહરાદૂન: 100 પદ
  2. ઇન્ડિયન નેવલ એકેડેમી (INA), એઝિમાલા: 22 પદ
  3. એર ફોર્સ એકેડેમી (AFA), હૈદરાબાદ: 32 પદ
  4. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી (OTA), ચેન્નઈ (પુરુષ): 169 પદ
  5. ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી, ઓટીએ, ચેન્નઈ (મહિલા): 16 પદ

લાયકાત

વર્ષ 2020માં યુપીએસસી (Union Public Service Commission) સીડીએસ પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલી ભરતી નોટિસ મુજબ, માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) માટે અરજી કરવા પાત્ર છે. તે જ સમયે ભારતીય નૌકાદળ એકેડમીમાં પ્રવેશ માટે, એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ અને એરફોર્સ એકેડેમી માટે, 10+2 સ્તર પર ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયો સાથે એન્જિનિયરિંગમાં સ્નાતક અથવા સ્નાતક હોવું જોઈએ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વય મર્યાદ

આમાં અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 20થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પાત્રતાને લગતી વધુ માહિતી માટે, UPSC CDS (2) નોટિફિકેશન 2021 જુઓ જે કમિશન દ્વારા જારી કરવામાં આવશે.

UPSC CDS 2 2021 પસંદગી પ્રક્રિયા

1. ઉમેદવારે લેખિત પરીક્ષા આપવાની રહેશે.
2. આ સાથે ઉમેદવારની ઇન્ટેલિજન્સ અને પર્સનાલિટી ટેસ્ટ પણ થશે.

 

ISRO-LPSCમાં ધોરણ 10 પાસ માટે ડ્રાઇવર અને ફાયરમેનની જગ્યાઓ માટે જાહેર થઈ ભરતી

ઇસરો લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ્સ સેન્ટર (LPSC)એ 10 ધોરણ પાસ માટે ડ્રાઇવર, ફાયરમેન, કૂક અને કેટરિંગ એટેન્ડન્ટની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે ઓનલાઈન અરજીઓ 24 ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવશે.ઇસરોએ હેવી વ્હીકલ મોટર (HMV) ડ્રાઇવર, કુક અને ફાયરમેનની જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની પસંદગી માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. મહત્વનું છે કે, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6 સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

 

આ પણ વાંચો: ગુજરાતમાં 5 હજાર ઝુંપડા તોડવા સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવા રાજય સરકારને નિર્દેશ

Next Article