આ રિયલ એસ્ટેટ કંપની 1000 લોકોને નોકરી આપશે, તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની થશે ભરતી

|

Nov 22, 2021 | 7:29 AM

કેનેડા સ્થિત કન્સલ્ટિંગ ફર્મ કોલિયર્સની ભારતીય પેટાકંપની કોલિયર્સ ઈન્ડિયાના વડા તરીકે નાયરે જણાવ્યું હતું કે કાર્યબળ વધારવું, યોગ્ય કાર્ય સંસ્કૃતિ અપનાવવી, બ્રાન્ડનું માર્કેટિંગ કરવું, નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને ગ્રાહક આધારને વધારવો મહત્વપૂર્ણ છે.

આ રિયલ એસ્ટેટ કંપની 1000 લોકોને નોકરી આપશે, તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની થશે ભરતી
JOB Search

Follow us on

ભારતમાં વ્યવસાયને વિસ્તારવા માટે આક્રમક વ્યૂહરચના અપનાવતા અગ્રણી રિયલ એસ્ટેટ સલાહકાર કંપની કોલિયર્સે(Colliers) આવતા વર્ષે 1,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવાનું નક્કી કર્યું છે.

કોલિયર્સ ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રમેશ નાયરે જણાવ્યું હતું કે આવતા વર્ષે કંપની ભારતમાં લગભગ 1,000 નવા કર્મચારીઓની ભરતી કરવા ઉપરાંત જાન્યુઆરીમાં બે નવી સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. ભારતીય બજારમાં વિસ્તરણ કરવાની કંપનીની આક્રમક વ્યૂહરચનાનો આ એક ભાગ છે.

નાયરે જણાવ્યું હતું કે આ વ્યૂહરચના નફાકારકતાના સંદર્ભમાં દેશની ટોચની ત્રણ રિયલ એસ્ટેટ સલાહકાર કંપનીઓમાંથી એક કોલિયર્સ ઇન્ડિયાને બનાવવાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને અપનાવવામાં આવી છે. નાયર આ વર્ષે જુલાઈમાં જ આ કંપનીના સીઈઓ બન્યા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કેનેડા સ્થિત કન્સલ્ટિંગ ફર્મ કોલિયર્સની ભારતીય પેટાકંપની કોલિયર્સ ઈન્ડિયાના વડા તરીકે નાયરે જણાવ્યું હતું કે કાર્યબળ વધારવું, યોગ્ય કાર્ય સંસ્કૃતિ અપનાવવી, બ્રાન્ડનું માર્કેટિંગ કરવું, નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરવો અને ગ્રાહક આધારને વધારવો મહત્વપૂર્ણ છે.

નાયરે કહ્યું, અમે અમારી તાકાતને વળગી રહીશું. અમે દેશની સૌથી મોટી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની છીએ. હવે અમને ઓફિસ, ઔદ્યોગિક , વેરહાઉસ અને કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં અમારો બજારહિસ્સો વધારવાની જરૂર છે.

તમામ પોસ્ટ પર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવશે
નાયરે કહ્યું કે આ માટે તમામ સ્તરે નવા કર્મચારીઓની ભરતી કરવામાં મદદ મળશે. હાલમાં કોલિયર્સ ઈન્ડિયામાં લગભગ 3,000 કર્મચારીઓ કામ કરે છે. આવતા વર્ષે એક હજાર નવી ભરતી કરવાની યોજના છે.

કંપની જાન્યુઆરી 2022 માં બે નવી સેવાઓ શરૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. જોકે તેમણે આ બાબતે વધુ વિગતો આપી ન હતી પરંતુ કહ્યું હતું કે કંપની બિઝનેસ ડેવલપમેન્ટની સાથે એકાઉન્ટ મેનેજમેન્ટ પર ભાર આપવાનું ચાલુ રાખશે.

રિયલ એસ્ટેટ સેક્ટર કોવિડ-19માંથી રિકવર થઈ રહ્યું છે
હવે રિયલ એસ્ટેટ ક્ષેત્ર કોવિડ-19 રોગચાળાના ભરડા માંથી ઘણી હદ સુધી ભાર આવી રહ્યું હોય તેવું લાગે છે. રેસિડેન્શિયલ સેક્ટર ઉપરાંત ઓફિસ અને શોપિંગ મોલમાં પણ સુધારાના સંકેત દેખાઈ રહ્યા છે. નાયરે કહ્યું કે કોવિડ રસીકરણની ઝડપ અને સુધારેલી આર્થિક સ્થિતિ તેને મજબૂત કરી રહી છે.

 

આ પણ વાંચો : UPSC Success Story: ખરાબ અંગ્રેજીને પડકાર તરીકે લઈને કરી તૈયારી, Nitin Shakya આ રીતે બન્યા IAS ઓફિસર

આ પણ વાંચો : Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

Published On - 7:29 am, Mon, 22 November 21

Next Article