આ બેંક એવી મહિલાઓને ફરી તક આપી રહી છે જેમણે નોકરી છોડી દીધી છે, જાણો શું મળશે લાભ

|

Mar 15, 2022 | 9:50 AM

રાજકમલ વેમપતિએ જણાવ્યું હતું કે, "બેંકની આ પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એવી ઘણી મહિલાઓ છે જેઓ સંપૂર્ણ સમય અને બેંકની શાખાઓમાં કામ કરવા માંગે છે.

આ બેંક એવી મહિલાઓને ફરી તક આપી રહી છે જેમણે નોકરી છોડી દીધી છે, જાણો શું મળશે લાભ

Follow us on

એક્સિસ બેંક(AXIS Bank) એવી મહિલાઓ(Woman)ને નોકરીની તક આપી રહી છે જેમણે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેઓ ફરીથી નોકરી શરૂ કરવા માંગે છે. ખાનગી ક્ષેત્રની આ મોટી બેંકે ‘હાઉસવર્કઇઝવર્ક’ (HouseWorkIsWork) હેઠળ યોજના શરૂ કરી છે. આ અંતર્ગત બેંક એવી મહિલાઓને નોકરી ઓફર કરી રહી છે જેઓ પોતાનું કરિયર ફરી શરૂ કરવા માંગે છે. આ પહેલ પાછળ મહિલાઓને આશ્વાસન આપવાનું છે કે તેઓ હજુ પણ નોકરીપાત્ર છે, તેમનામાં કૌશલ્ય છે અને બેંકમાં વિવિધ નોકરીઓ માટે યોગ્ય છે. એક્સિસ બેંકના પ્રેસિડેન્ટ અને એચઆર હેડ રાજકમલ વેમપતિએ બેંકની એપોઇન્ટમેન્ટ સ્કીમ (હાઉસવર્કઇઝવર્ક) વિશે માહિતી આપી હતી કે જે મહિલાઓ પારિવારિક જવાબદારીઓ અથવા અન્ય કોઇ કારણોસર નોકરી છોડી ચૂકી છે અને હવે ફરીથી નોકરી લેવા માટે તૈયાર છે. હા, તેમને કામ પર પાછા લાવવા માટે આ પહેલ કરવામાં આવી છે.

લાયકાત

આ માટે ન્યૂનતમ આવશ્યકતા માન્ય સંસ્થા અથવા કૉલેજમાંથી સ્નાતકની છે.

નોકરી સબંધીત કુશળતા

નોકરી શોધનારાઓ પાસે નીચેની કુશળતા હોવી જોઈએ

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
  •  સારી વાતચીત કુશળતા (મૌખિક અને લેખિત)
  •  દબાણ હેઠળ અને સમયસર કામ પૂર્ણ કરવાની ક્ષમતા
  •  ટીમ વર્ક અને કૌશલ્યમાં રસ
  •  Android/iOS વર્ઝન ધરાવતો મોબાઈલ ફોન હોવો જોઈએ

સારો પ્રતિસાદ મળી રહ્યો છે

રાજકમલ વેમપતિએ જણાવ્યું હતું કે, “બેંકની આ પહેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એવી ઘણી મહિલાઓ છે જેઓ સંપૂર્ણ સમય અને બેંકની શાખાઓમાં કામ કરવા માંગે છે. તેથી અમે GIG-A સહિત દરેક ફોર્મેટને મહિલાઓ સહિત દરેક માટે ખોલવા માંગીએ છીએ.

GIG-A ઓપોર્ચ્યુનિટી એ એક્સિસ બેંકનું નવું પ્લેટફોર્મ છે જે સારી પ્રતિભાઓને આકર્ષવા માટે એક મોડેલ તરીકે કામ કરે છે. વિવિધતા અને સમાવેશનું વચન પણ આપે છે. તેમણે કહ્યું કે આ માટે અત્યાર સુધીમાં 3,000 થી વધુ રિઝ્યુમ્સ મળ્યા છે. આ ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને બેંકે વધુ ઓવરટાઇમ માટે ભરતી મર્યાદામાં વધારો કર્યો છે.

 કેટલો પગાર મળશે?

જ્યારે પગારની વાત આવે છે, ત્યારે એક્સિસ બેંક આવા કર્મચારીઓનો પગાર તેમની નોકરી, કૌશલ્ય અને અનુભવના આધારે નક્કી કરશે. વેમ્પતિએ કહ્યું કે નોકરી મહત્વની છે. આવા કર્મચારીઓના કર્મચારી લાભો નિયમિત કર્મચારીઓ જેવા જ હશે.

આ પણ વાંચો :  MONEY9 : સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ લાખો કરોડ ખર્ચવાની છે, એક રોકાણકાર તરીકે તમને ક્યાં થશે ફાયદો ? સમજો આ વીડિયોમાં

આ પણ વાંચો : Ukraine Russia war : રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ભારત ઉઠાવશે ફાયદો, ખરીદશે સસ્તુ ક્રુડ અને ખાતર

Next Article