SSC Recruitment 2021 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી

|

Oct 07, 2021 | 4:17 PM

જે ઉમેદવારોએ આ પરીક્ષાઓ માટે અરજી કરી છે તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે.

SSC Recruitment 2021 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ પરીક્ષાઓની તારીખ જાહેર કરવામાં આવી
SSC Recruitment 2021

Follow us on

SSC CHSL, CGL Paper 2 Exam Date : સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પરીક્ષા (CHSL) ટાયર 2 અને સંયુક્ત સ્નાતક સ્તર (CGL) પરીક્ષાની તારીખો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારોએ આ પરીક્ષાઓ માટે અરજી કરી છે ,તેઓ SSC ની સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જઈને પરીક્ષાનું સમયપત્રક ચકાસી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

સ્ટાફ સિલેક્શન કમિશન (Staff Selection Commission)દ્વારા આ સંદર્ભમાં જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના અનુસાર, એસએસસી સીજીએલ ટાયર 2 ની પરીક્ષા 28 અને 29 જાન્યુઆરી 2022 ના રોજ યોજાશે. જ્યારે સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક કક્ષાની પરીક્ષા (CHSL) ની ટાયર 2 ની (Tier-2) પરીક્ષા 09 જાન્યુઆરી 2022 ના ​​રોજ યોજવામાં આવશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ પરીક્ષાની સંપૂર્ણ વિગતો મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ- ssc.nic.in ની મુલાકાત લઇને માહિતી મેળવી શકે છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

SSC CGL પરીક્ષા

SSC CGL પરીક્ષા માટે અરજી પ્રક્રિયા 29 ડિસેમ્બર 2020 થી શરૂ કરવામાં આવી હતી. ઓનલાઈન અરજી કરવા માટે 1 જાન્યુઆરી 2021 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. તેમજ ઓનલાઇન ફી (Online fees) જમા કરવાની તારીખ 2 ફેબ્રુઆરી 2021 હતી. આ જગ્યા માટે ટાયર 1 ની પરીક્ષા 13 થી 24 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવી હતી. એસએસસી (SSC)દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, ટાયર 2 ની પરીક્ષા 28 અને 29 જાન્યુઆરી 2022 ના રોજ યોજાશે. ઉપરાંત ટાયર 3 ની પરીક્ષા 6 ફેબ્રુઆરી 2022 ના રોજ યોજાશે. ટૂંક સમયમાં ઇન્ટરવ્યૂની તારીખ પણ જાહેર કરવામાં આવશે.

SSC CHSL પરીક્ષા

એસએસસી(SSC) સીએચએસએલ માટેની અરજી પ્રક્રિયા 6 નવેમ્બર 2020 ના રોજ શરૂ કરવામાં આવી હતી. જેના માટે ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 26 ડિસેમ્બર 2020 સુધીનો સમય આપવામાં આવ્યો હતો.આ ભરતી અંતર્ગત પ્રથમ પેપરની પરીક્ષા 12 થી 19 એપ્રિલ 2021 દરમિયાન લેવામાં આવી હતી. તેમજ પ્રથમ પેપરની આન્સર કી 30 ઓગસ્ટ 2021 ના ​​રોજ બહાર પાડવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ખાલી જગ્યા માટે Tier 2ની પરીક્ષા 9 જાન્યુઆરી 2022 ના રોજ યોજવામાં આવશે.

કોન્સ્ટેબલ જીડી ભરતી 2020

કોન્સ્ટેબલ જીડી ભરતી 2020 માટે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ(Computer Based Test)  લેવામાં આવશે. આ પરીક્ષા 16 નવેમ્બર 2021 થી 15 ડિસેમ્બર 2021 સુધી યોજાશે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ વેબસાઈટ પર જઈને વિગતો ચકાસી શકે છે.

 

આ પણ વાંચો : IBPS Recruitment 2021: ઉમેદવારો માટે ખુશખબર, રાષ્ટ્રીય બેંકોમાં કારકુનના પદ માટે અરજી પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી

આ પણ વાંચો : VIP ડ્યૂટી દરમિયાન હેડ કોન્સ્ટેબલે મહિલા ASIની કરી છેડતી, કારમાં બેસાડીને લઈ ગયો સુમસાન વિસ્તારમાં

Next Article