Sarkari Naukri 2021: તમે 10 પાસ છો ? સરકારી નોકરી જોઈએ છે ? પોસ્ટલ વિભાગમાં નોકરી માટે છે મોટી તક

|

Sep 16, 2021 | 6:05 PM

India Post GDS Recruitment 2021: ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ appost.in પર જઈને અરજી કરી શકે છે.

Sarkari Naukri 2021: તમે 10 પાસ છો ? સરકારી નોકરી જોઈએ છે ? પોસ્ટલ વિભાગમાં નોકરી માટે છે મોટી તક
Indian Postal Department

Follow us on

India Post GDS Recruitment 2021: જો તમે ધોરણ 10 પાસ છો અને સરકારી નોકરી કરવા માંગો છો, તો જલદીથી ઇન્ડિયા પોસ્ટમાં નોકરી માટે અરજી કરો. ઇન્ડિયા પોસ્ટ ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં બમ્પર ભરતી કરી રહી છે. 10 પાસ લોકો માટે નોકરીની આ એક મોટી તક છે. ગ્રામીણ ડાક સેવકની 581 જગ્યાઓ પર ભરતી કરવાની છે. આ જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે. અરજીની પ્રક્રિયા 22 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ચાલશે, ત્યારબાદ અરજી કરવાની લિંક દૂર કરવામાં આવશે. ગ્રામીણ ડાક સેવકની આ ભરતી અંતર્ગત બ્રાંચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો appost.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ખાલી જગ્યા સંબંધિત વધુ વિગતો નીચે આપેલ છે.

ખાલી જગ્યાની વિગતો
ખાલી જગ્યાની મળતી વિગત અનુસાર, ઉત્તરાખંડમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યા હેઠળ કુલ 581 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. જેમાં સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે 317 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ સિવાય EWS કેટેગરી માટે 57 બેઠકો, OBC ઉમેદવારો માટે 78 બેઠકો, SC વર્ગમાં 99 બેઠકો, ST ઉમેદવારો માટે 15 અને PH શ્રેણી માટે 15 બેઠકો માટે ભરતી થશે.

લાયકાત શું છે?
આ ખાલી જગ્યા (Uttarakhand GDS Recruitment 2021) માં અરજી કરનાર ઉમેદવારો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ભરતી માટે બહાર પાડવામાં આવ્યા છે, તેમાં 10 પાસ હોવું ફરજિયાત છે. માત્ર 10 ધોરણ સુધી વધુ ડિગ્રી ધારકોના ગુણના આધારે મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે. આમાં માત્ર ગણિત અને અંગ્રેજી વિષયનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. જ્યારે અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 વર્ષથી ઓછી માંગવામાં આવી છે. જેમાં અનામતકક્ષામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં નિમય અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video
શિયાળામાં મગફળી સાથે ગોળનું સેવન કરવાથી જાણો શું થાય છે ?
પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો

અરજી ફી
બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી (Application Fees) તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. sc-st -PH અને મહિલા ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

આ સરળ રીતે અરજી કરો
(1) અરજી કરવા માટે, સૌ પ્રથમ ભારતીય પોસ્ટની સત્તાવાર વેબસાઇટ – appost.in પર જાઓ.
(2) વેબસાઇટના હોમ પેજ પર, ડાબી બાજુએ આપેલ Live Notifications (Cycle III વિભાગ) પર જાઓ.
(3) હવે Uttarakhand circles Registration, Fee & Submission of online application પર ક્લિક કરો.
(4) હવે માગેલી વિગતો અનુસારની વિગતો ભરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
(5) નોંધણી પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
(6) અરજી ફોર્મ ભર્યા પછી, પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ‘નો રિપિટ થિયરી’થી બનાવેલ નવુ પ્રધાનમંડળ, ભારતીય રાજનીતિનો નવો પ્રયોગઃ ભૂપેન્દ્ર યાદવ

આ પણ વાંચોઃ Maharashtra : એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દીલ્હી ! 32 કરોડ લિટર ઈંધણની થશે બચત

Next Article