AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Result 2021: ટૂંક સમયમાં જાહેર થશે RRB NTPC પરીક્ષાનું પરિણામ, જાણો તમામ વિગતો

RRB NTPC પરીક્ષાની આન્સર કી સામે વાંધો ઉઠાવવાનો સમય પૂરો થયો છે. ઉમેદવારો પાસે વાંધા નોંધાવવા માટે 23 ઓગસ્ટ 2021 સુધીનો સમય હતો.

RRB NTPC Result 2021: ટૂંક સમયમાં જાહેર થશે RRB NTPC પરીક્ષાનું પરિણામ, જાણો તમામ વિગતો
RRB NTPC Result 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 5:39 PM
Share

RRB NTPC પરીક્ષાની આન્સર કી સામે વાંધો ઉઠાવવાનો સમય પૂરો થયો છે. ઉમેદવારો પાસે વાંધા નોંધાવવા માટે 23 ઓગસ્ટ 2021 સુધીનો સમય હતો. હવે રેલવે ભરતી બોર્ડ (RRB) પરિણામ જાહેર કરવાની તૈયારી કરી રહ્યું છે. RRB NTPC પરીક્ષા (RRB NTPC Result 2021)નું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવી શકે છે.

NTPC પરીક્ષાનું પરિણામ તમામ RRB પ્રાદેશિક વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો તેમના પ્રદેશની RRB વેબસાઇટની મુલાકાત લઈને તેમના પરિણામ ચકાસી શકશે. પરિણામ તપાસવા માટે, ઉમેદવારોએ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવું પડશે.

પ્રથમ તબક્કાની પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષામાં બેસવાની તક મળશે. બીજા તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષા તમામ પોસ્ટ માટે સામાન્ય છે. જે ઉમેદવારો બીજા તબક્કાની કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં ક્વોલિફાય થાય છે તે આગળના તબક્કા માટે પાત્ર રહેશે જે પોસ્ટથી પોસ્ટમાં અલગ અલગ હોઈ શકે છે.

RRB NTPC ભરતી પરીક્ષાનું આયોજન 28 ડિસેમ્બર 2020 થી 31 જુલાઈ 2021 સુધી સાત તબક્કામાં થયુ હતું. એનટીપીસી (નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી) ભરતી પરીક્ષા દ્વારા 35,277 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ પરીક્ષા માટે 1.23 કરોડ ઉમેદવારોએ અરજી કરી હતી.

RRB NTPC Result 2021 કેવી રીતે ચેક કરવું

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારા પ્રદેશની RRBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. સ્ટેપ 2: પછી પરિણામ લિંક પર ક્લિક કરો. સ્ટેપ 3: તે પછી તમારો અરજી નંબર અને જન્મ તારીખ સબમિટ કરીને લોગઈન કરો. સ્ટેપ 4: તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે. સ્ટેપ 5: હવે તેને તપાસો. સ્ટેપ 6: ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

રોલ નંબર મેળવવાની સુવિધા

જે ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા છે પરંતુ તેમનો રોલ નંબર ભૂલી ગયા છે અથવા તેમનું એડમિટ કાર્ડ ખોવાઈ ગયું છે, તેમને તેમના રોલ નંબર પુન:પ્રાપ્ત કરવાની સુવિધા આપવામાં આવી છે. આ માટે ઉમેદવાર rrbntpc.onlinereg.in પર જશે અને રોલ નંબર ફોર્ગેટની લિંક પર ક્લિક કરશે. અહીં તેઓ પોતાનો રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પોતાનો રોલ નંબર મેળવી શકે છે.

NIACL Recruitment 2021:

ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના પદ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર, 300 પોસ્ટ માટે ભરતી કરવામાં આવનાર છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે. આ (NIACL Recruitment 2021)માં અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ newindia.co.in પર જવું પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 હજાર ઝુંપડા તોડવા સામે સુપ્રિમ કોર્ટનો સ્ટે, યથાસ્થિતિ જાળવી રાખવા રાજય સરકારને નિર્દેશ

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">