પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે
કોરોનાકાળને પગલે આ પરીક્ષા કોમ્પ્યુટર મોડ એટલે કે ઓનલાઈન માધ્યમમાં લેવામાં આવશે. પરીક્ષા વિવિધ તબક્કામાં લેવામાં આવશે. RRBએ કહ્યું છે કે, કોવિડ-19 મહામારી પર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને તે સમયના સંજોગોને ધ્યાનમાં રાખીને આ પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા શહેર અને તારીખની માહિતી
RRB ગ્રુપ ડીની પરીક્ષા વિવિધ તબક્કામાં યોજાશે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડે જણાવ્યું છે કે ઉમેદવારને કયા પરીક્ષા શહેરની ફાળવણી કરવામાં આવી છે, તેમની પરીક્ષાની તારીખ શું છે, આ તમામ માહિતી પરીક્ષાના 10 દિવસ પહેલા RRBની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
તમને એડમિટ કાર્ડ ક્યારે મળશે
RRB ગ્રુપ ડી એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખના ચાર દિવસ પહેલા આપવામાં આવશે. બોર્ડે જણાવ્યું છે કે ગ્રુપ ડી પરીક્ષાના ઈ-કોલ લેટર્સ પરીક્ષાના ચાર દિવસ પહેલા તમામ પ્રાદેશિક RRB વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો સંબંધિત RRB પ્રાદેશિક વેબસાઇટ પરથી તેમના કોલ લેટર,એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
RRBએ ભુલ સુધારવાની આપી તક
વર્ષ 2019 માં RRB ગ્રુપ ડી ભરતી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી અને અરજીઓ લેવામાં આવી હતી. કુલ 4,85,607 ઉમેદવારોની અરજીઓ ખોટા ફોટા અને સહીઓના કારણે નામંજૂર કરવામાં આવી હતી. હવે RRB એ તમામ ઉમેદવારોને ભૂલ સુધારવાની તક આપી રહી છે. જો તમારી અરજી ખોટા ફોટા અથવા હસ્તાક્ષરને કારણે નકારી કાઢવામાં આવે છે, તો તમે 15 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર 2021 વચ્ચે સુધારો કરી શકો છો. આ માટે, RRB ની તમામ પ્રાદેશિક વેબસાઇટ્સ પર ફેરફાર લિંક (RRB ગ્રુપ ડી એપ્લિકેશન મોડિફિકેશન લિંક) સક્રિય કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Mumbai : શું ટૂંક સમયમાં ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે ગુંજશે બાળકની કિલકારી ?