પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં 10 હજાર આસપાસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ, આ રીતે કરો અરજી

|

Jun 08, 2024 | 7:11 AM

IBPS RRB Recruitment 2024: બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા IBPS એટલેકે Institute of Banking Personnel Selection એ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ I, II અને III ની જગ્યાઓની ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે.

પ્રાદેશિક ગ્રામીણ બેંકોમાં 10 હજાર આસપાસ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ, આ રીતે કરો અરજી

Follow us on

IBPS RRB Recruitment 2024: બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા IBPS એટલેકે Institute of Banking Personnel Selection એ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ I, II અને III ની જગ્યાઓની ભરતી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.ibps.in દ્વારા અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જુલાઈ 2024 છે.આ ભરતી અભિયાનનો હેતુ ઓફિસ આસિસ્ટન્ટ અને ઓફિસર સ્કેલ I, II અને III ની 9995 જગ્યાઓ ભરવાનો છે.

પરીક્ષા ક્યારે લેવામાં આવશે?

પ્રી-એક્ઝામ ટ્રેનિંગ (PET) 22 થી 27 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષા 3, 4, 10, 17 અને 18 ઓગસ્ટના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે અને પરિણામ ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2024માં જાહેર કરવામાં આવશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પસંદગીની પ્રક્રિયા શું રહેશે?

  • IBPS RRB ભરતી પ્રક્રિયામાં ત્રણ તબક્કાઓનો સમાવેશ થાય છે જેમાં પ્રારંભિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ રહેશે.
  • ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) ની જગ્યા માટે ઉમેદવારોની પસંદગી પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
  • PO (ઓફિસર) પોસ્ટ માટે ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા પર આધારિત હશે.

અરજી ફી કેટલી ચુકવવાની રહેશે ?

  • ઓફિસર્સ (સ્કેલ I, II અને III) SC/ST/PWBD ઉમેદવારોએ 175 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવા પડશે.
  • ઓફિસ આસિસ્ટન્ટ (મલ્ટિ-પર્પઝ) SC/ST/PWBD ઉમેદવારોએ 175 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે અને અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ચૂકવવા પડશે.

અરજી કરવાની પ્રક્રિયા શું છે?

  1. સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ.
  2. હોમપેજ પર CRP RRB XIII એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
  3. રજીસ્ટ્રેશન કરો અને અરજી પ્રક્રિયા સાથે આગળ વધો.
  4. ફોર્મ ભરો, અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  5. વધુ જરૂરિયાત માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લો.

બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનએ દસ્તાવેજ ચકાસણી શેડ્યૂલ જાહેર કર્યું

બિહાર સ્ટાફ સિલેક્શન કમિશનએ સ્ટેનોગ્રાફર/ઇન્સ્ટ્રક્ટર-સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે દસ્તાવેજ ચકાસણી શેડ્યૂલ બહાર પાડ્યું છે. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ bssc.bihar.gov.in પરથી DV શેડ્યૂલ ચકાસી શકે છે.

DV રાઉન્ડ માટે કુલ 271 ઉમેદવારોને લાયક જાહેર કરવામાં આવ્યા છે. દસ્તાવેજોની ચકાસણી 25 અને 26 જૂનના રોજ સવારે 10.00 અને બપોરે 2.00 કલાકે બે શિફ્ટમાં હાથ ધરવામાં આવશે.

 

Next Article