ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા 9મી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મશિનિસ્ટ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO) અને રિટેલ સેલ્સ ટ્રેડ તેમજ ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાં ટેકનિશિયન એપ્રેન્ટિસની કુલ 300 જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.
કુલ કેટલી જગ્યા માટે ભરતી
કંપની દ્વારા 300 જેટલી જગ્યા માટે નોટિફ્કેશન બહાર પાડવામાં આવ્યુ છે. જેના માટે ધોરણ 10 પછીનો ITI કોર્સ અથવા ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર હોવું જરુરી છે.
અરજી માટેની તારીખ
આ જાહેરાત તારીખ 9 ડિસેમ્બર 2021ના રોજ બહાર પાડવામાં આવી હતી. જે મુજબ ઉમેદવારો 10 ડિસેમ્બર 2021થી જ અરજી કરી શકે છે અને અરજી કરવા માટેની અંતિમ તારીખ 27 ડિસેમ્બર 2021 રાખવામાં આવી છે.
યોગ્યતા
કંપનીની જાહેરાત અનુસાર ટ્રેડ એપ્રેન્ટિસ (ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મશિનિસ્ટ) માન્ય બોર્ડમાંથી મેટ્રિકની પરીક્ષા પાસ કરેલ અને સંબંધિત વેપારમાં બે વર્ષનો ITI કોર્સ આવશ્યક છે.
ટ્રેડ એપ્રેન્ટિસ (DEO) – માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ અને ડેટા એન્ટ્રી ઓપરેટરનું કૌશલ્ય પ્રમાણપત્ર જરુરી છે.
ટ્રેડ એપ્રેન્ટિસ (સંબંધિત વેચાણ) – માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
ટેકનિશિયન એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, સિવિલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ) – ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે માન્ય સંસ્થામાંથી સંબંધિત વિષયમાં 3 વર્ષનો ડિપ્લોમા.
આ રીતે અરજી કરો
જે ઉમેદવારોએ ઇન્ડિયન ઓઇલ ટ્રેડ એન્ડ ટેકનિશિયન એપ્રેન્ટિસ ભરતી 2021 માટે અરજી કરી છે તેઓ અધિકૃત વેબસાઇટ, iocl.com પર એપ્રેન્ટિસશીપ વિભાગમાં આપેલી લિંક અથવા નીચે આપેલી સીધી લિંક દ્વારા અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતના આણંદ ખાતે યોજાશે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021
આ પણ વાંચો : ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે
Published On - 8:28 pm, Sun, 12 December 21