નીટ યુજી પરીક્ષા (NEET UG Exams 2022) સ્થગિત કરવાની માગ સાથે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) નીટ યુજી 2022ની પરીક્ષા સ્થગિત કરવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ સંજીવ નરુલાએ અરજી પર સુનાવણી કરતા કહ્યું કે, અરજીનો કોઈ મતલબ નથી, તેથી અરજીને ફગાવી દેવામાં આવે છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે હું અરજદાર વિરુદ્ધ આદેશ આપવા માટે ખૂબ જ ઈચ્છુક હતો, પરંતુ માત્ર એટલા માટે કે તેઓ વિદ્યાર્થીઓ છે, અમે આમ કરી રહ્યા નથી. જો આવી અરજીઓ દાખલ કરવામાં આવશે તો કોર્ટ દંડ ફટકારવામાં જરાય ડરશે નહીં. આ અરજીમાં નીટ યુજી પરીક્ષાને 4-5 અઠવાડિયા માટે સ્થગિત કરવાની માંગ કરવામાં આવી હતી.
દેશના ઘણા ભાગોમાં પૂરને ધ્યાનમાં રાખીને નીટ યુજીની 2022 ની પરીક્ષા મોકૂફ રાખવાની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. ઉમેદવારોના એક ગ્રુપે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને પરીક્ષા મોકૂફ રાખવાની માગ કરી હતી. કોર્ટના આદેશ પછી તે લગભગ નક્કી છે કે જે 17 જુલાઈના રોજ પ્રસ્તાવિત થવા વાળી નીટ યુજીની પરીક્ષા નક્કી કરાયેલાં સમયે જ લેવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ નરુલાએ અરજી પર સુનાવણી કરતા અરજદારોને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, હું અરજદાર વિરુદ્ધ આદેશ આપવા માટે ખૂબ જ ઈચ્છુક હતો, પરંતુ માત્ર એટલા માટે કે તેઓ વિદ્યાર્થી છે, અમે આમ કરી રહ્યા નથી.
દેશભરની ટોપ મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માટે નીટની પરીક્ષાનું આયોજન 17 જુલાઈ 2022ના કરવામાં આવશે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજીત કરવામાં આવી રહી છે. આમાં સામેલ થનાર ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને પરીક્ષાની ડિટેલ્સ જોઈ લેવી જોઈએ. આ પરીક્ષા વિશે એનટીએ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ નીટની પરીક્ષામાં હીલ વાળા સેન્ડલ અથવા ચપ્પલ પહેરીને જવાની છૂટ છે. સનગ્લાસ, ડિજિટલ વોચ, ઘડિયાળો, એનાલોગ ઘડિયાળ અને ટોપીની મંજૂરી નથી. આ સાથે તમારે સંપૂર્ણ બાંયના કપડામાં પરીક્ષા આપવા માટે આવવું પડશે.