NEET 2022: NEET UG પરીક્ષા 17મી જુલાઈએ! જાણો ફોર્મ ક્યારે ભરવું, અહીં ઉપલબ્ધ થશે સૂચના

|

Mar 31, 2022 | 12:10 PM

નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ NEET UG 2022 વિશેની માહિતી સામે આવી છે. NEET-UG 2022 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 2 એપ્રિલથી શરૂ થશે.

NEET 2022: NEET UG પરીક્ષા 17મી જુલાઈએ! જાણો ફોર્મ ક્યારે ભરવું, અહીં ઉપલબ્ધ થશે સૂચના
પ્રતિકાત્મક તસવીર

Follow us on

NEET Exam Date 2022: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ NEET UG 2022 વિશેની માહિતી સામે આવી છે. NEET-UG 2022 પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા 2 એપ્રિલથી શરૂ થશે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) NEET UG પરીક્ષા માટે 31 માર્ચ, 2022ના રોજ એટલે કે આજે ગમે ત્યારે નોટિફિકેશન જાહેર કરી શકે છે. આ પરીક્ષામાં બેસવા માગતા તમામ ઉમેદવારો અધિકૃત સૂચના (NEET UG 2022 Exam) જાહેર થયા પછી અરજી કરી શકે છે. NEET UG પરીક્ષા 2022 13 ભાષાઓ સાથે પેન-પેપર મોડમાં લેવામાં આવશે. NEET UG માટેની અરજી પ્રક્રિયા 2 એપ્રિલથી શરૂ થશે અને 7 મે સુધી ચાલુ રહેવાની ધારણા છે.

અહેવાલ મુજબ, 7 મે 2022 સુધીમાં અરજી કર્યા પછી, એપ્લિકેશનને સંપાદિત કરવાની વિંડો મેના મધ્યમાં ખોલવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના સૂત્રોએ જણાવ્યું હતું કે, તે 31 માર્ચ, 2022 ના રોજ પરીક્ષાના સમયપત્રકને સૂચિત કરશે. નેશનલ મેડિકલ કમિશન, આરોગ્ય મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી સાથે ચર્ચા કર્યા પછી પરીક્ષાની તારીખ નક્કી કરવામાં આવી હતી.

ગત વર્ષે આટલા ઉમેદવારોએ નોંધણી કરાવી હતી

વર્ષ 2021માં NEET-UG પરીક્ષા માટે 16,14,777 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી જેમાંથી 95.6% પરીક્ષામાં હાજર થયા હતા. જેમાંથી માત્ર 57 ટકા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા પાસ કરનારાઓમાં મહિલાઓની સંખ્યા વધુ હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) 15% ઓલ ઈન્ડિયા ક્વોટા સીટો અને ડીમ્ડ યુનિવર્સિટીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીઓ, ESIC, AFMC, BHU અને AMU માટે પણ કાઉન્સેલિંગ કરશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે, હાલમાં સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને NTAની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: CA Syllabus: CAનો સિલેબસ બદલવાનો છે, ICAIએ જણાવ્યો પ્લાન, જાણો કેવો હશે નવો સિલેબસ

આ પણ વાંચો: UG admission 2022: કયા વિષયમાં પ્રવેશ માટે ધોરણ 12નો કયો કોર્સ જરૂરી છે, AICTEએ સંપૂર્ણ યાદી બહાર પાડી

Next Article