Navy Agniveer Recruitment 2022: નેવીની મોટી જાહેરાત, અગ્નિવીરની પહેલી બેચમાં 20 ટકા મહિલાઓ હશે, નેવીમાં ભરતી માટે અહીં કરો એપ્લાય

|

Jul 05, 2022 | 7:12 PM

Indian Navy Recruitment 2022: ભારતીય નેવીમાં (Indian Navy Recruitment) એસએસઆરના 2800 પદો માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ- joinindiannavy.gov.in પર જવું પડશે.

Navy Agniveer Recruitment 2022: નેવીની મોટી જાહેરાત, અગ્નિવીરની પહેલી બેચમાં 20 ટકા મહિલાઓ હશે, નેવીમાં ભરતી માટે અહીં કરો એપ્લાય
Indian-Navy-women
Image Credit source: Twitter

Follow us on

Navy Agniveer Bharti 2022: અગ્નિપથ યોજના હેઠળ સેનામાં ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ ભારતીય નેવીમાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 01 જુલાઈ 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 22 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ નેવીમાં થઈ રહેલી અગ્નિવીરોની ભરતીમાં (Indian Navy Recruitment) પહેલી બેચમાં 20 ટકા ઉમેદવારો મહિલાઓ હશે. અગ્નિપથ યોજના હેઠળ નેવીમાં પણ મહિલાઓની પણ ભરતી કરવામાં આવી રહી છે. અગ્નિવીર એસએસઆરમાં અરજી કરવા માટે જોઈન નેવીની ઓફિશિયલ વેબસાઈટ Join Navy – joinindiannavy.gov.in પર જવું પડશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અગ્નિપથ યોજના હેઠળ નેવી અગ્નિવીર એસએસઆર પદ માટે 10 હજારથી વધુ મહિલા ઉમેદવારોએ નેવીમાં અગ્નિવીર બનવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સરકારી નોકરી માટે જાહેર કરાયેલી આ વેકેન્સી હેઠળ કુલ 2,800 પદો પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મહિલા ઉમેદવારો માટે 560 બેઠકો રાખવામાં આવી છે.

Indian Navy Agniveer Recruitment: આ રીતે કરો રજીસ્ટ્રેશન

  1. રજીસ્ટ્રેશન માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ joinindiannavy.gov.in પર જાઓ.
  2. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા રજીસ્ટ્રેશન કરો.
  3. આગળના સ્ટેપમાં તમારા રજિસ્ટર્ડ આઈડી વડે વેબસાઈટ પર લોગ ઈન કરો.
  4. હવે મેઈન પેજ પર ઉપલબ્ધ Current Opportunities પર જાઓ અને એપ્લાય બટન પર ક્લિક કરો.
  5. રજીસ્ટ્રેશન પછી તમે એપ્લીકેશન ફોર્મ ભરી શકો છો.

Direct Link દ્વારા એપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો

કોણ કરી શકે છે એપ્લાય?

ભારતીય નેવીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર એસએસઆર અને અગ્નિવીર એમઆરના પદો પર ભરતી કરવામાં આવશે. અગ્નિવીર એસએસઆર માટે 12મું પાસ અને એમઆર માટે 10મું પાસ યુવા અરજી કરી શકે છે. બંને માટે મહત્તમ વય મર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવી છે. 23 વર્ષની વય મર્યાદા આ વર્ષ માટે જ છે, આવતા વર્ષથી તે 21 વર્ષ જ રહેશે.

આ પણ વાંચો

ભારતીય નેવીમાં અગ્નિવીરની સેલેરી પહેલા વર્ષમાં 30 હજાર રૂપિયા હશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે 36 હજાર રૂપિયા અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા હશે. પરંતુ સેલેરીમાંથી 30 ટકા અગ્નિવીર કોર્પ્સ ફંડ માટે કાપવામાં આવશે. એ જ રીતે આ ફંડમાં કેન્દ્ર સરકાર પણ મૂકશે. ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી કોર્પસ ફંડમાં જમા રકમ નિવૃત્તિના રૂપમાં વ્યાજ સહિત મળશે.

Next Article