MAT PBT 2021 Admit Card: મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

|

Dec 01, 2021 | 8:04 PM

MAT PBT 2021 Admit Card: ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન એ પેપર આધારિત ટેસ્ટ (PBT) માટે મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (MAT 2021) માટેના એડમિટ કાર્ડ જાહેર કર્યા છે.

MAT PBT 2021 Admit Card: મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટેનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
MAT PBT 2021

Follow us on

MAT PBT 2021 Admit Card: ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) એ પેપર આધારિત ટેસ્ટ (PBT) માટે મેનેજમેન્ટ એપ્ટિટ્યુડ ટેસ્ટ (MAT 2021) માટેના એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. MAT PBTમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. mat.aima.in AIMAએ MAT PBT 2021 માટેની અરજીની અંતિમ તારીખ 2 ડિસેમ્બર (1 PM) સુધી લંબાવી છે. નવા નોંધાયેલા ઉમેદવારો માટે પ્રવેશ કાર્ડ આવતીકાલ 2 ડિસેમ્બર (PM 4 વાગ્યા) થી ઉપલબ્ધ થશે.

AIMA 5મી ડિસેમ્બરે MAT PBT 2021નું આયોજન કરશે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ તેમનું એડમિટ કાર્ડ માન્ય સરકારી ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવું પડશે. ઉમેદવારો એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી પરથી તેમનો રિપોર્ટિંગ સમય ચકાસી શકે છે. પરીક્ષા કોરોનાના નિયમો અનુસાર લેવામાં આવશે. ઉમેદવારોએ આ બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. પરીક્ષામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખો.

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું

  1. સત્તાવાર વેબસાઇટ mat.aima.in પર જાઓ.
  2. હોમપેજ પર ‘ડાઉનલોડ MAT એડમિટ કાર્ડ’ લિંક પર ક્લિક કરો
  3. એક નવું લોગીન પેજ ખુલશે
  4. તમારો નોંધણી નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  5. ‘સબમિટ’ પર ક્લિક કરો.
  6. MAT 2021 PBT એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે.
  7. એડમિટ કાર્ડ ચેક કરો અને ડાઉનલોડ કરો.
  8. ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી, આપેલ માહિતી ધ્યાનથી વાંચો. જો કોઈ ખોટી માહિતી આપવામાં આવી હોય તો તેને વિભાગ દ્વારા સુધારી શકાય છે. ઉમેદવારોએ નોંધ લેવી કે એડમિટ કાર્ડ વિના તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તો એડમિટ કાર્ડ તમારી સાથે રાખો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

AIMA એ 5 ડિસેમ્બરે MAT PBT પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકાનો સેટ બહાર પાડ્યો છે. ઉમેદવારોએ પરીક્ષા ખંડમાં માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ. ઉમેદવારોને પરીક્ષા ખંડમાં ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઈઝરની પારદર્શક બોટલ, બોલ પોઈન્ટ પેન (બ્લેક/બ્લુ) અને પીવાનું પાણી લઈ જવા દેવામાં આવશે.

 

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Next Article