Maharashtra Board Exam 2021 Date Sheet: 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જ થશે જાહેર

|

Mar 20, 2021 | 5:02 PM

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન (MSBSHSE)ની પરીક્ષાની વિગતવાર તારીખોની આજે જાહેરાત થશે. હાયર સેકેન્ડરી સર્ટીફિકેટ અને સેકેન્ડરી સ્કૂલ સર્ટીફિકેટ એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની આજે જાહેરાત થશે.

Maharashtra Board Exam 2021 Date Sheet: 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો ટૂંક  સમયમાં જ થશે જાહેર

Follow us on

મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી અને હાયર સેકેન્ડરી એજ્યુકેશન (MSBSHSE)ની પરીક્ષાની વિગતવાર તારીખોની આજે જાહેરાત થશે. હાયર સેકેન્ડરી સર્ટીફિકેટ અને સેકેન્ડરી સ્કૂલ સર્ટીફિકેટ એટલે કે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની આજે જાહેરાત થશે. પહેલા થયેલી જાહેરાત મુજબ શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડ તારીખોની જાહેરાત કરી શકે છે. પરીક્ષાઓ 23 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ ધોરણ 10 અને 12ની શરુ થશે. પરીક્ષાઓ આવતા મહિને ઓફલાઈન મોડમાં લેવામાં આવશે.

 

અમુક વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોરોના મહામારીને જોતા પરીક્ષાઓ પોસ્ટપોન્ડ કરવા માટે જણાવ્યું હતું. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જેમાં સિનેમાહૉલ, ડ્રામા પૉલ,ઓડિટોરિયમને 50 ટકા કેપેસીટી સાથે ઓપરેટ કરવાનો આદેશ હતો. આરોગ્ય અને જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ સિવાયના ખાનગીક્ષેત્રને પણ માર્ચ 31 સુધી 50 ટકા સ્ટાફ સાથે જ ઓપરેટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

એવા અહેવાલો પણ હતા કે મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા પાસિંગ માર્ક 25 ટકા સુધી કરવામાં આવ્યા છે. જો કે બોર્ડે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે આ પ્રકારની કોઈ અફવામાં ન માને. આના પર પણ આજે સ્પષ્ટતા થઈ શકે છે. કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા અભ્યાસક્રમ 25 ટકા ઘટાડવામાં આવ્યો હતો. આજ ટ્રેંડ અન્ય રાજ્યો અને સેન્ટ્રલ બોર્ડ દ્વારા પર ફોલો કરવામાં આવ્યો છે. 2020માં 15-17લાખ ઉમેદવારોએ SSC પરીક્ષા આપી હતી. જ્યારે 14.13 લોકોએ HSC પરીક્ષા આપી હતી. આ વર્ષે અંદાજે 29-30લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ 35ટકા માર્ક લાવવા જરુરી છે.

 

આ પણ વાંચો: સચિન વાઝેને ઓવર સાઈઝ કુર્તો પહેરાવીને ચલાવાયો, અંબાણીના ઘર બહાર NIAએ કર્યું રિકન્સ્ટ્રક્શન
Next Article