JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ

|

Sep 10, 2021 | 1:11 PM

JEE Main 2021 ના ​​ચોથા સેશનનું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર લોગીન કરીને ચકાસી શકશો.

JEE Main Result 2021 : આજે JEE Main ના ચોથા સેશનનું આવી શકે છે પરિણામ, આ સરળ રીતથી ચેક કરી શકશો પરિણામ
Jee main result 2021

Follow us on

JEE Main Fourth Session Result 2021:નેશનલ ટેસ્ટિંગ એજન્સી શુક્રવારે JEE મેઈન 2021 ના ​​ચોથા સેશનનું પરિણામ જાહેર કરે તેવી અપેક્ષા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર JEE એડવાન્સ 2021 માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 11 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી શરૂ થશે. JEE મેઇન 2021 માટે લાયકાત ધરાવતા 2.5 લાખ ઉમેદવારોને JEE એડવાન્સ માટે નોંધણી કરવાની તક મળશે.

આ સરળ સ્ટેપથી JEE Main 2021 ચોથા સેશનનુ પરિણામ ચકાસી શકશો

Step 1: સૌ પ્રથમ ઓફ્શિયલ વેબસાઇટ jeemain.nta.nic.in પર જાઓ.

પાણીમાં જહાજ કેવી રીતે લગાવે છે બ્રેક ?
લગ્ઝરી કાર બાદ અભિનેત્રીએ 6.24 કરોડનું આલીશાન ઘર ખરીદ્યું, જુઓ ફોટો
LIC ની ખાસ યોજના: તમને દર મહિને મળશે 17000 રૂપિયા, જાણો કઈ રીતે
BSNLનો માત્ર 58 રૂપિયાનો શાનદાર પ્લાન, દરરોજ 2GB ડેટા મળશે
Papaya : આ લોકોએ ભૂલથી પણ પપૈયું ન ખાવું જોઈએ, થઈ શકે છે નુકસાન
અમદાવાદની સૌથી ઊંચી બિલ્ડિંગ કઈ છે? જાણો કેટલા છે માળ

Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો.

Step 3: હવે Through Application and password અથવા Through Application and date of birth વિકલ્પ પર ક્લિક કરો.

Step 4: બાદમાં એપ્લિકેશન નંબર અને પાસવર્ડ અથવા જન્મ તારીખની મદદથી લોગિન કરો.

Step 5: હવે તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

Step 6: પરિણામ ચકાસી લો

Step 7: ભવિષ્યના સંદર્ભ માટે પરિણામની પ્રિન્ટ આઉટ લો.

પ્રથમ વખત JEE મેઈન્સની પરીક્ષામાં ઉમેદવારોની મહત્તમ સંખ્યા જોવા મળી

આ વર્ષે JEE મુખ્ય પરીક્ષા ચાર વખત લેવામાં આવી હતી. ઉમેદવારોને વધુ સમય અને તક આપવા માટે એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષામાં બે વધારાના સેશન ઉમેરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે JEE મેઈન્સની પરીક્ષામાં ઉમેદવારોની મહત્તમ સંખ્યા જોવા મળી છે.

ચોથા સેશન માટે કુલ 7.32 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે સેશન 1 માં કુલ 6.61 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, સેશન 2 માં 6.19 લાખ ઉમેદવારો ઉપરાંત સેશન 3 માં 7.09 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. તમને જણાવી દઈએ કે, JEE મુખ્ય પરીક્ષાના ચોથા સેશનની 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. આ સેશનની પરીક્ષામાં કુલ 7.32 લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.

પરિણામ જાહેર થયા બાદ JEE એડવાન્સ્ડ 2021 માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

ઉલ્લેખનીય છે કે, પરિણામ જાહેર થયા બાદ JEE એડવાન્સ્ડ 2021 માટે રજીસ્ટ્રેશન 11 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં JEE મેઇન પરીક્ષામાં સારૂ પરિણામ મેળવેલા ટોચના 2.5 લાખ ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જઈને જેઇઇ એડવાન્સ માટે અરજી કરી શકશે.

આ પણ વાંચો: ICSE, ISC Board Exams 2021 : CISCE એ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે ટાઇમ ટેબલ જાહેર કર્યું, આ સરળ સ્ટેપથી ચેક કરો

Next Article