JEE Main, NEET 2021: NTAએ ટાઈ-બ્રેકર નિયમમાં કર્યો બદલાવ, NEET અને JEEના પરિણામો પર થશે અસર

|

Aug 26, 2021 | 7:55 PM

કોરોનાને કારણે આ વર્ષે JEE અને NEETની પરીક્ષામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ પરિણામ તૈયાર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે.

JEE Main, NEET 2021: NTAએ ટાઈ-બ્રેકર નિયમમાં કર્યો બદલાવ, NEET અને JEEના પરિણામો પર થશે અસર
JEE Main, NEET 2021

Follow us on

JEE Main, NEET 2021: કોરોનાને કારણે આ વર્ષે JEE અને NEETની પરીક્ષામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પણ પરિણામ તૈયાર કરવાના નિયમોમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી, એનટીએ ટાઈ-બ્રેકર નિયમ મુજબ પરિણામો તૈયાર કરતો હતો. જે અંતર્ગત, જો એક કરતા વધારે વિદ્યાર્થીઓને સમાન સંખ્યા મળી હોય, તો જેની ઉંમર વધુ હોય તેવા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જોકે, આ વર્ષે NEET 2021 અને JEE Main 2021 માહિતી બ્રોશરમાં આ નિયમ બદલવામાં આવ્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ વર્ષે મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષામાં મોટો ફેરફાર કર્યો છે. એજન્સીએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Main) અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ની રેન્ક યાદીમાં વધારે ઉંમરના ઉમેદવારોને પસંદગી આપવાની જોગવાઈ દૂર કરી છે. અગાઉ એનટીએ દ્વારા અનુસરવામાં આવતા ટાઇ-બ્રેકર નિયમમાં વધારે ઉંમરના ઉમેદવારોને પસંદગી આપવામાં આવતી હતી, પરંતુ હવે આ નિયમ હટાવી દેવામાં આવ્યો છે.

નિયમોમાં થયો ફેરફાર

એનટીએના નવા નિયમ મુજબ, હવે જો સમાન સ્કોર હોય તો, પહેલા જરૂરી વિષયોની માર્ક જોવામાં આવશે અને છેલ્લે ઉંમરનું પરિબળ તપાસવાને બદલે, ખોટા જવાબો અને સાચા જવાબોની સંખ્યાના ઓછા ગુણોત્તર ધરાવતા ઉમેદવારને પસંદગી આપવામાં આવશે. નવો નિયમ વર્ષ 2021ની પરીક્ષાના પરિણામોમાં લાગુ થશે. ઉમેદવારો એનટીએ પરીક્ષાઓની માહિતી પુસ્તિકામાં ટાઇ-બ્રેકિંગના નવા નિયમો જોઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વર્ષ 2020માં, જેઇઇ મેઇન (JEE Main) એન્જિનિયરિંગ પેપર માટે અપનાવવામાં આવેલી ટાઇ-બ્રેકિંગ નીતિમાં, ગણિતમાં ઉચ્ચ સ્કોર ધરાવતા ઉમેદવારોને પસંદગી આપવામાં આવી હતી. તે પછી ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર. જો ટાઇ હજુ પણ યથાવત્ રહેશે, તો ઓછા નકારાત્મક પ્રતિભાવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ પછી, ઉંમરમાં મોટા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. BArch અને BPlanning પેપરો માટે પણ સમાન પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે આ ટાઇ-બ્રેકિંગ પોલિસીને JEE મેઇન અને NEET પરીક્ષામાંથી દૂર કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Gold Hallmarking : જાણો સરકારના નવા નિયમથી કેમ નારાજ છે જવેલર્સ ? શું છે HUID જેને સ્વીકારવા સુવર્ણકાર તૈયાર નથી

Published On - 7:49 pm, Thu, 26 August 21

Next Article