મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા

|

Oct 14, 2021 | 4:08 PM

NMCના મેડિકલ એસેસમેન્ટ અને રેટિંગ બોર્ડે તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓના સંબંધિત પ્રભારીઓને લખેલા પત્રમાં ઘણા વર્ષોથી ખાલી પડેલી જગ્યા અંગે માહિતી આપવા જણાવ્યુ છે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, ટુંક સમયમાં ભરતી કરવા નેશનલ મેડિકલ કમિશનની વિચારણા
Medical Exam -2021

Follow us on

નેશનલ મેડિકલ કમિશન (NMC) એ જણાવ્યુ હતુ કે, સરકારે જાહેર મેડિકલ કોલેજો અને સંસ્થાઓમાં ખાલી જગ્યાઓના મુદ્દાને ગંભીરતાથી લીધો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે મુખ્ય સચિવોની બેઠક દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. એનએમસીના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડે તમામ સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓના સંબંધિત પ્રભારીઓને લખેલા પત્રમાં વિભાગોમાં ખાલી પડેલ જગ્યા અંગે માહિતી આપવા જણાવવામાં આવ્યુ છે.

ખાલી પડેલી જગ્યાઓ અંગે માહિતી મંગાવવામાં આવી

તમને જણાવી દઈએ કે, એનએમસીના સભ્ય પ્રોફેસર જી સૂર્યનારાયણ (G Suryanarayan) રાજુએ જણાવ્યું હતું કે, “કોલેજો સંસ્થાઓ માટે શિક્ષકોની જરૂરી લાયકાત અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમો માટે ટુંક સમયમાં અરજી મંગાવવામાં આવશે.ઉપરાંત તેમણે જણાવ્યુ કે,શિક્ષણ અને તાલીમનું ધોરણ જાળવવા માટે વિભાગો પાસે જરૂરી સાધનો હોવા જરૂરી છે.આવી સ્થિતિમાં, એનએમસીએ (National Medical Commission) સરકારી મેડિકલ કોલેજો અને સંસ્થાઓના ડીન,પ્રિન્સિપાલ,ડિરેક્ટરને વિનંતી કરી છે કે તેઓ 24 કલાકની અંદર કર્મચારીઓની ખાલી જગ્યાઓની માહિતી પૂરી પાડે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

NEET આન્સર કી ટૂંક સમયમાં જાહેર થશે

NEET પરીક્ષાની આન્સર કી ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. NEET પરીક્ષાની આન્સર કી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કરવામાં આવશે. નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG) ની આન્સર કી માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ ડાઉનલોડ કરી શકશો. પરીક્ષાની આન્સર કી (NEET Answer Key 2021) ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અરજી નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરવાનુ રહેશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યુ હતું કે અરજી સુધારવાની પ્રક્રિયા 13 ઓક્ટોબરના રોજ બંધ કરવામાં આવશે પરંતુ બાદમાં તેને એક દિવસ માટે લંબાવવામાં આવી હતી. જે ઉમેદવારોએ NEET 2021 ફેઝ 1 અને ફેઝ 2 ના અરજી ફોર્મ સબમિટ કર્યા છે તેઓ સબમિટ કરેલી માહિતીમાં કોઈપણ ભૂલ સુધારી શકે છે. એપ્લિકેશનમાં સુધારણા માટેની વિદ્યાર્થીઓ માટે આ છેલ્લી તક છે.

 

આ પણ વાંચો : UPSC CAPF Result 2021: UPSC CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર

આ પણ વાંચો : IBPS RRB PO Mains Result 2021: RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક

Next Article