સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે

|

Sep 12, 2021 | 5:42 PM

"કુ"(Koo)ના સહ-સ્થાપક અપરામયા રાધાકૃષ્ણે કહ્યું, “કંપનીમાં હાલમાં 200 કર્મચારીઓ છે. એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને કોમ્યુનિટી મેનેજમેન્ટ જેવા વિભાગોમાં નવી નિમણૂકો સાથે કર્મચારીઓની સંખ્યા આગામી એક વર્ષમાં 500 સુધી પહોંચી જશે જેમાં નાની ટીમો સામેલ થશે.

સમાચાર સાંભળો
સ્વદેશી Social Media એપ Koo આગામી એક વર્ષમાં મોટા પાયે નોકરી આપશે, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારાશે
Koo

Follow us on

ઘરેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘કુ'(Koo) આગામી એક વર્ષમાં તેના કર્મચારીઓની સંખ્યા 500 સુધી વધારશે. આ માટે કંપની એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને કોમ્યુનિટી મેનેજમેન્ટ ટીમોની ભરતી કરવાનું વિચારી રહી છે. યુએસ સ્થિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના મુખ્ય હરીફ “કુ”એ તાજેતરમાં 10 મિલિયન વપરાશકર્તાઓ નોંધાવી અસાધારણ વૃદ્ધિ કરી છે. કંપનીના પે- રોલમાં હાલમાં 200 કર્મચારીઓ છે.

“કુ”ના સહ-સ્થાપક અપરામયા રાધાકૃષ્ણે કહ્યું, “કંપનીમાં હાલમાં 200 કર્મચારીઓ છે. એન્જિનિયરિંગ, પ્રોડક્ટ અને કોમ્યુનિટી મેનેજમેન્ટ જેવા વિભાગોમાં નવી નિમણૂકો સાથે કર્મચારીઓની સંખ્યા આગામી એક વર્ષમાં 500 સુધી પહોંચી જશે જેમાં નાની ટીમો સામેલ થશે.

આ દેશી એપ 2020 માં શરૂ કરવામાં આવી હતી
રાધાકૃષ્ણે કહ્યું, “અમે શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતા કર્મચારીઓને આકર્ષવા માંગીએ છીએ જે આપણા માટે કામ કરી શકે અને ભારતીય ટેકનોલોજીને વૈશ્વિક મંચ પર લઈ જઈ શકે.” જેથી વપરાશકર્તાઓ પોતાની જાતને મુક્તપણે વ્યક્ત કરી શકે અને ભારતીય ભાષાઓમાં પ્લેટફોર્મ પર જોડાઈ શકે. “કુ” હિન્દી, તેલુગુ, બાંગ્લા સહિત અન્ય ઘણી ભાષાઓમાં ઉપબબ્ધ છે.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

ટ્વિટર સાથે વિવાદનો લાભ મળ્યો 
ભારતમાં “કુ”ની લોકપ્રિયતા આ વર્ષની શરૂઆતમાં ભારત સરકારના ટ્વિટર સાથેના વિવાદ અને સ્થાનિક ડિજિટલ પ્લેટફોર્મ્સના ઇકોસિસ્ટમને વિસ્તૃત કરવાની માંગ વચ્ચે વધી હતી. ભારતમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને સરકારી વિભાગોએ સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સમર્થન આપ્યા બાદ “કુ”એ છેલ્લા કેટલાક મહિનાઓમાં તેના વપરાશકર્તા આધારમાં મોટો વધારો જોયો છે. ગયા મહિને કંપનીનો યુઝર બેઝ એક કરોડને સ્પર્શી ગયો હતો. કંપનીનું લક્ષ્ય આગામી એક વર્ષમાં 100 મિલિયન યુઝર્સ સુધી પહોંચવાનું છે.

18 મહિનામાં Koo એ1 કરોડ યૂઝર્સ મેળવ્યા
ભારતની મલ્ટી લેંગ્વેજ માઇક્રો-બ્લોગિંગ એપ કૂએ (Koo) માર્ચ 2020 માં લોન્ચ થયા બાદ ફક્ત 18 મહિનામાં ભારે ગ્રોથ નોંધાવ્યો છે. તેણે 1 કરોડ ડાઉનલોડ્સનો આંકડો પાર કરી દીધો છે. પ્લેટફોર્મ પર કેટટલાક પ્રમુખ ચહેરાઓ પણ સામેલ છે જેવા કે ફિલ્મ સ્ટાર, રાજનેતા, પ્લેયક, રાઇટર્સ, જર્નલિસ્ટ. આ તમામ 8 ભાષાઓમાં પોતાના અપડેટ્સ શેયર કરે છે અને પોતાના ફોલોવર્સ સાથે જોડાયેલા રહે છે.”કુ” હવે હિન્દી, કન્નડ, મરાઠી, તમિલ, તેલુગુ, અસમિયા, બાંગ્લા અને અંગ્રેજી સહિત 8 ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભારતને પહેલા સ્થાન પર રાખવાના ટાગરેટ સાથે ડેવલપ કરવામાં આવેલા આ પ્લેટફોર્મે કેટલાક ટેકનિકલ ફિચર્સ આપ્યા છે જે વધુ ભારતીયોને ઓનલાઇન વાતચીત કરવા માટે સામેલ થવા સક્ષમ બનાવે છે. આના દ્વારા તેમને પ્લેટફોર્મ પર પોતાની જાતને સ્વતંત્ર રીતે એક્સપ્રેસ કરવાનો અધિકાર મળે છે.

 

આ પણ વાંચો :  EPFO : કઈ રીતે જાણશો તમારા PF ખાતામાં કેટલું છે બેલેન્સ? આ 4 પદ્ધતિઓ થશે મદદરૂપ

 

આ પણ વાંચો : તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

 

Next Article