Indian Navy Recruitment 2021 : ભારતીય નૌકાદળમાં અધિકારી બની દેશસેવાની મળી રહી છે તક, અરજી કરવા આજે છેલ્લી તારીખ

|

Jul 16, 2021 | 9:21 AM

અપરિણીત પુરૂષ ઉમેદવારો કે જેમણે આ પોસ્ટ્સ માટે હજી સુધી અરજી કરી નથી તેઓ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે આજે 16 જુલાઇ 2021 અરજી કરવાની છેલ્લી તારીખ છે.

Indian Navy Recruitment 2021 : ભારતીય નૌકાદળમાં અધિકારી બની દેશસેવાની મળી રહી છે તક, અરજી કરવા આજે છેલ્લી તારીખ
Indian Navy Recruitment 2021

Follow us on

ભારતીય નૌકાદળ(Indian Navy)માં અધિકારી બનવાની આજે સુવર્ણ તક છે. આ માટે (Indian Navy Recruitment 2021) આજે ભારતીય નૌકાદળ દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC) હેઠળ અધિકારીઓની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે. રસ ધરાવતા અને પાત્ર અપરિણીત પુરૂષ ઉમેદવારો કે જેમણે આ પોસ્ટ્સ માટે હજી સુધી અરજી કરી નથી તેઓ ભારતીય નૌકાદળની સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે આજે 16 જુલાઇ 2021 અરજી કરવાની છેલ્લી તારીખ છે.

ઉમેદવાર આ પોસ્ટ્સ માટે સીધા અરજી કરી શકે છે. આ લિંક https://www.joinindiannavy.gov.in/en પર ક્લિક કરીને અરજી કરી શકાય છે . આ ઉપરાંત તમે આ લિંક https://www.joinindiannavy.gov.in/en/events દ્વારા પણ સત્તાવાર સૂચના જોઈ શકો છો. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત, કુલ 45 પોસ્ટ્સ ભરવામાં આવશે. ભરતી 22 મી જાન્યુઆરીથી ભારતીય નૌકાદળ એકેડેમી (INA) એઝિમાલા, કેરળમાં દ્વારા શરૂ થશે.

job opperu
Indian Navy Recruitment 2021 માટેની મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 16 જુલાઈ 2021
પસંદગી પ્રક્રિયાની કાર્યવાહીની તારીખ : ૨૨ જાન્યુઆરી 2022

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Indian Navy Recruitment 2021 માટેની ખાલી જગ્યાની વિગતો
વહીવટી શાખા
એસએસસી એક્સ આઇટી – 45

Indian Navy Recruitment 2021માટે યોગ્યતાના માપદંડ
ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60% ગુણ સાથે BE / B.Tech અથવા MSC કમ્પ્યુટર / IT અથવા MCA અથવા M.Tech કમ્પ્યુટર / IT ની ડિગ્રી હોવી જરૂરી છે.

Indian Navy Recruitment 2021 માટેની વયમર્યાદા
ઉમેદવારોનો જન્મ 02 જાન્યુઆરી 1997 થી 01-07-2002 દરમિયાન થવો જોઈએ.

Indian Navy Recruitment 2021 માટેની પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે?
>> અરજીઓની શોર્ટલિસ્ટિંગ, ઉમેદવારો દ્વારા લાયકાતની ડિગ્રીમાં મેળવેલી એન્ટ્રી અને સામાન્ય ગુણની પસંદગીના આધારે હશે.
>> SSB ઇન્ટરવ્યૂ શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને એસએસબી ઇન્ટરવ્યૂ માટે તેમની પસંદગી વિશે ઈ-મેલ અથવા એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.
>> મેડિકલ ટેસ્ટ – એસએસબીમાં પસંદગીના ઉમેદવારોને મેડિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.
>> મેરિટ લિસ્ટ – એસએસબીમાં પ્રદર્શનના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

Next Article