
વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો અને અનુભવી શિક્ષકોની નિવૃત્તિને કારણે કેનેડાના અનેક પ્રાંતો અને પ્રદેશોમાં શિક્ષકોની અછત ઊભી થઈ છે. ખાસ કરીને ગ્રામીણ અને ઉત્તરીય વિસ્તારોમાં શિક્ષકોની તીવ્ર જરૂરિયાત છે.
આ અછતને પહોંચી વળવા માટે IRCC (Immigration, Refugees and Citizenship Canada) એ એક્સપ્રેસ એન્ટ્રીની શ્રેણી આધારિત પસંદગી પ્રક્રિયામાં માધ્યમિક શિક્ષકોનો સમાવેશ કર્યો છે. એટલે કે જરૂરી લાયકાત ધરાવતા શિક્ષકોને હવે PR (ITA) માટે વધુ સરળતાથી તક મળી શકે છે. માધ્યમિક શિક્ષકોનો NOC કોડ NOC 41220 છે, જેના અંતર્ગત ધોરણ 7 થી 12 સુધીના શિક્ષકો આવે છે.
Step 1: લાયકાત તપાસ
છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછો 1 વર્ષનું પૂર્ણ-સમય શિક્ષણનું અનુભવ જરૂરી છે. સાથે શિક્ષણ અથવા સંબંધિત ક્ષેત્રમાં બેચલર ડિગ્રી અને અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષાનું મજબૂત જ્ઞાન જરૂરી છે.
Step 2: શૈક્ષણિક પ્રમાણપત્ર (ECA) મેળવો
ભારત અથવા અન્ય દેશમાં મેળવેલી તમારી ડિગ્રી કેનેડિયન ડિગ્રી સમાન છે તે સાબિત કરવા માટે ECA ફરજિયાત છે. આ માટે માન્ય એજન્સીઓમાં WES, ICAS, CES અને IQASનો સમાવેશ થાય છે.
Step 3: ભાષા પરીક્ષા પાસ કરો
IELTS (અંગ્રેજી) અથવા TEF (ફ્રેન્ચ) પાસ કરવું આવશ્યક છે. Federal Skilled Worker Program માટે સામાન્ય રીતે ઓછામાં ઓછો CLB 7 સ્કોર જરૂરી છે.
Step 4: એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલ બનાવો
તમારો વ્યવસાય શિક્ષણ કેટેગરીમાં આવે છે તો ઓછા CRS સ્કોર સાથે પણ ITA મળવાની સંભાવના વધે છે. IRCC વેબસાઈટ પર પ્રોફાઇલ બનાવીને ડ્રો માટે રાહ જોવી રહે છે.
Step 5: PR માટે અરજી સબમિટ કરો
ITA મળ્યા પછી 60 દિવસની અંદર તમામ દસ્તાવેજો, ડિગ્રી, ECA, અનુભવ પ્રમાણપત્ર, ભાષા સ્કોર, પોલીસ વેરીફિકેશન અને મેડિકલ રિપોર્ટ, અપલોડ કરીને PR અરજી સબમિટ કરવી પડે છે. અરજી પ્રક્રિયા સામાન્ય રીતે છ મહિના અથવા તેના કરતાં ઓછો સમય લે છે.
Step 6: શિક્ષક પ્રમાણપત્ર મેળવો
કેનેડામાં જઈને, તમે જે પ્રાંતમાં કામ કરવા માંગો છો તે પ્રાંતના શિક્ષણ મંત્રાલય અથવા નિયમનકારી સત્તા પાસેથી શિક્ષક લાઇસન્સ મેળવવું આવશ્યક છે. ઉદાહરણ તરીકે, ઑન્ટારિયોમાં “Ontario College of Teachers” સાથે નોંધણી ફરજિયાત છે, જ્યારે British Columbia માં અરજી “Teacher Regulation Branch” દ્વારા થાય છે.
જો Express Entry દ્વારા PR ન મળે તો? અન્ય વિકલ્પો
ઘણા પ્રાંતો શિક્ષકોને લક્ષ્ય બનાવતા Provincial Nominee Programs (PNP) ચલાવે છે.
ઉદાહરણ તરીકે:
PNP મળવાથી 600 વધારાના CRS પોઈન્ટ મળે છે, જેના કારણે Express Entry દ્વારા PR મળવાની તકો લગભગ નિશ્ચિત બની જાય છે.
પગાર પ્રાંત, અનુભવ અને સ્કૂલ બોર્ડ પ્રમાણે બદલાય છે. મોટા શહેરોમાં પગાર વધુ હોય છે, પરંતુ રહેવાનો ખર્ચ પણ ઊંચો હોય છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી વાર બોનસ અથવા રહેવાની સહાય મળે છે.
જો તમે શિક્ષક તરીકે કરિયર બનાવવા ઈચ્છો છો અને તમારી પાસે યોગ્ય અનુભવ અને લાયકાત છે, તો કેનેડા તમારા માટે ઉત્તમ તક આપી શકે છે. PR મેળવવાની પ્રક્રિયા હવે અગાઉ કરતાં વધુ સરળ બની છે અને શિક્ષકો માટે રોજગારના પ્રમાણમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
Published On - 4:34 pm, Wed, 3 December 25