ICSIએ CSEET 2022ની પરીક્ષા માટે નોંધણીની પ્રક્રિયા કરી શરૂ, આ રીતે કરો અરજી

|

Oct 19, 2021 | 10:50 PM

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)એ જાન્યુઆરી 2022ની પરીક્ષાઓ માટે CSEET અથવા CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.

ICSIએ CSEET 2022ની પરીક્ષા માટે નોંધણીની પ્રક્રિયા કરી શરૂ, આ રીતે કરો અરજી
Online registration for CSEET exam has started.

Follow us on

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI)એ જાન્યુઆરી 2022ની પરીક્ષાઓ માટે CSEET અથવા CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ icsi.edu પર અથવા ICSIના સ્મેશ પોર્ટલ Smash.icsi.edu પરથી ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. ICSI CSEET જાન્યુઆરી 2022 ની પરીક્ષા માટે નોંધણી કરવા માટે, વિદ્યાર્થીઓએ નામ, લાયકાત અને જરૂરીયાત મુજબ દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફી ચૂકવવાની જરૂર પડે છે.

ICSI CSEET 2022ની પરીક્ષા 8 જાન્યુઆરીએ લેવાશે. CSEET 2022 માટે ઓનલાઇન નોંધણી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર, 2021 છે. ICSI CSEET 2022 માટે રજીસ્ટ્રેશન કરતી વખતે, વિદ્યાર્થીઓએ પુરાવા તરીકે ધોરણ 10 અને ધોરણ 12ના પ્રમાણપત્રો સહિત કેટલાક દસ્તાવેજો પણ અપલોડ કરવા પડશે. જન્મ તારીખ, ફી મુક્તિ માટે કેટેગરીનું પ્રમાણપત્ર અને ફોટોગ્રાફ્સ અને સહીની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.

ICSIએ અગાઉ કહ્યું હતું કે, માન્ય યુનિવર્સિટીઓના યુજી, પીજી વિદ્યાર્થીઓ સીએસ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. કોઈપણ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા ભારતની કોઈપણ અન્ય સંસ્થા અથવા વિદેશમાં ગ્રેજ્યુએટ કાઉન્સિલ દ્વારા તેના સમકક્ષ તરીકે માન્યતા પ્રાપ્ત અથવા વિદેશમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા ભારત અથવા વિદેશમાં કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ અન્ય સંસ્થામાં અનુસ્નાતક તરીકે ઓછામાં ઓછા 50% ગુણ ધરાવતા તેની સમકક્ષ અરજી કરવા પાત્ર છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

CSEET 2022માટે આ રીતે કરો રજીસ્ટ્રેશન

સ્ટેપ 1: નોંધણી કરવા માટે પહેલા CTETની સત્તાવાર વેબસાઇટ, icsi.edu પર જાઓ.
સ્ટેપ 2: વેબસાઇટ પર આપવામાં આવેલી રજિસ્ટ્રેશન માટે લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે વિનંતી કરેલ નામ, ઇમેઇલ, મોબાઇલ નંબર અને અન્ય માહિતી સબમિટ કરીને લોગિન જનરેટ કરો.
સ્ટેપ 4: હવે લોગ ઈન કરો.
સ્ટેપ 5: અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી સબમિટ કરો.
સ્ટેપ 6: ફોટો અને સહી અપલોડ કરો કરો.
સ્ટેપ 7: હવે અરજી ફી સબમિટ કરો.
સ્ટેપ 8: તમામ અરજી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, છેલ્લે કન્ફર્મેશન પેજનું પ્રિન્ટ આઉટ લો.

 

આ પણ વાંચો: SBI PO Recruitment 2021: સ્ટેટ બેંકમાં PO માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, 2056 પોસ્ટ પર થશે ભરતી

આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર

Next Article