ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ પહેલાથી જ સત્તાવાર વેબસાઈટ – icaiexam.icai.org પર બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ હજુ સુધી પરીક્ષા માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યું નથી તેઓ જઈને તેને ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડની લિંક હજુ પણ એક્ટિવ છે.
પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખો. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો જો તેઓ સગીર એટલે કે 18 વર્ષથી ઓછા હોય, તો તેમણે માતા-પિતા અથવા વાલી દ્વારા હસ્તાક્ષર કરેલો પત્ર લાવવો પડશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. પરંતુ ઉમેદવારોને બપોરે 1 વાગ્યા સુધીમાં ગેટ એન્ટ્રી આપવામાં આવશે. તેથી ઉમેદવારોએ પરીક્ષા માટે સમયસર પહોંચી જવું.
કોરોનાને કારણે પરીક્ષા દરમિયાન કોરોનાના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે પરંતુ જો પેપર સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે તો ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર છોડવાની મંજૂરી આપવામાં આવશે.
પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો
પરીક્ષા દરમિયાન એડમિટ કાર્ડ સાથે રાખવાનું ભૂલશો નહીં, એડમિટ કાર્ડ વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. તેમજ ઓળખ પત્ર, ફેસ માસ્ક, જો ઉમેદવાર સગીર હોય તો બાંયધરીપત્ર સાથે લાવવું ભુલવુ નહીં, આ જરૂરી વસ્તુઓ તમારી સાથે રાખો. આ સિવાય OMR શીટ ભરવા માટે પેન્સિલ, ઇરેઝર પણ સાથે રાખો. ઉપરાંત, જો તમે ઇચ્છો તો, તમે પાણીની બોટલ લઈ શકો છો.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
icaiexam.icai.org ની મુલાકાત લો
1. લોગિન પર ક્લિક કરો
2. લોગિન આઈડી (રજીસ્ટ્રેશન નંબર) અને પાસવર્ડ દાખલ કરો.
3. CA ફાઉન્ડેશન એડમિટ કાર્ડ સબમિટ કરો અને ડાઉનલોડ કરો.
આ પણ વાંચો: Jharkhand Crime News: ઝારખંડમાં નક્સલીઓએ વરસાવ્યો કહેર, 23 મહિનામાં 35 ગ્રામજનોના લીધા જીવ
આ પણ વાંચો: Viral Video: જંગલના રાજાએ ઘૂંટણે પડી આ શું કર્યું ? સોશિયલ મીડિયા પર યૂઝર્સ થયા કન્ફ્યૂઝ