વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપની દમદાર તક, આ રીતે કરો ‘એપ્લાય’

કોલેજમાંથી પાસ આઉટ થયા પછી પણ જો તમે નોકરી કે ઇન્ટર્નશિપ શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા ખાસ છે. ઘણી કંપની ફક્ત 20-25 હજાર રૂપિયા પગાર આપે છે પરંતુ આ કંપની તેના ઇન્ટર્નશિપ કર્મચારીઓને મોટા પેકેજ આપી રહી છે.

વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપની દમદાર તક, આ રીતે કરો એપ્લાય
| Updated on: Apr 23, 2025 | 7:42 PM

કોલેજમાંથી પાસ આઉટ થયા પછી પણ જો તમે નોકરી કે ઇન્ટર્નશિપ શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા ખાસ છે. ઘણી કંપનીઓ એવી છે જે તમને ફક્ત 20-25 હજાર રૂપિયા પગાર આપે છે પરંતુ ડેલોઇટ કંપની તેના ઇન્ટર્નશિપ કર્મચારીઓને મોટા પેકેજ આપી રહી છે. તો ચાલો જાણીએ, તમે ઇન્ટર્નશિપ માટે કેવી રીતે અરજી કરી શકો છો?

ડેલોઇટ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શું છે?

ડેલોઇટ ઇન્ડિયાએ 2025 માટે તેના ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે, આ ઇન્ટર્નશિપ કમ્પ્યુટર સાયન્સ અથવા ટેકનિકલ સ્ટડીઝમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે છે. મે મહિનાથી શરૂ થતી ઇન્ટર્નશિપમાં તમને દર મહિને 30,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે. આ ઉપરાંત, ઇન્ટર્નશિપમાં તમને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ મળશે. છેલ્લા વર્ષના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પણ આ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. આ ઇન્ટર્નશિપ બે થી છ મહિનાના પીરિયડ સુધી ચાલી શકે છે.

ઇન્ટર્નને શું મળશે?

ઇન્ટર્નને ડેલોઇટ યુનિવર્સિટીના ઓનલાઇન લર્નિંગ રિસોર્સિસના ઍક્સેસ પ્રેક્ટિકલ એક્સપોઝર મળશે. આ ઉપરાંત ઇન્ટર્નશિપ બાદ ઇન્ટર્નને સર્ટિફિકેટ મળશે. જે ઇન્ટર્નનું પર્ફોમન્સ સારું હશે તેને પોસ્ટ-ગ્રેજ્યુએશન પછી નોકરીની ઓફર પણ મળી શકે છે.

આ રીતે અરજી કરો

રુચિ ધરાવતા ઉમેદવારોએ ડેલોઇટની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયામાં પર્સનલ માહિતી, શૈક્ષણિક માહિતી અને અન્ય જરૂરી માહિતી આપવાની રહેશે. પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોનું મૂલ્યાંકન તેમની લાયકાત, અનુભવ અને પ્રોજેક્ટ આવશ્યકતાઓના આધારે કરવામાં આવશે.

કરિયર કોઈ પણ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ પગલું છે. કરિયરનું સિલેક્શન કરવું એ વ્યક્તિ માટે જીવનનો મોટો નિર્ણય હોય છે. કરિયરને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..