IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે

|

Apr 14, 2022 | 7:54 AM

પારેખે જણાવ્યું કે 2022-23માં કંપની 50,000 નવી ભરતી કરશે. અગાઉ, IT ઉદ્યોગ સંસ્થા NASSCOM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું હતું કે 2022-23માં 55,000 થી વધુ ફ્રેશર્સની ભરતી થઈ શકે છે.

IT Professionals માટે સારા સમાચાર, Infosys 50 હજાર નવી ભરતી કરશે
Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે

Follow us on

ભારતીય આઈટી કંપનીઓની વૃદ્ધિની પ્રક્રિયા સતત ચાલુ છે. આ જ કારણ છે કે IT કંપનીઓ રોજગાર આપવાના મામલે આગળ છે. વર્તમાન નાણાંકીય વર્ષ 2022-23માં પણ IT Company માં નોકરીઓ માટે વિપુલ તક મળવાની છે. આઈટી કંપની ઈન્ફોસિસ(Infosys) પણ આ સમયગાળા દરમિયાન મોટા પાયે કર્મચારીઓની ભરતી કરવા જઈ રહી છે.નાણાકીય વર્ષ 2021-22ના અંતિમ ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરતા ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે(Salil Parekh) આ માહિતી આપી હતી. ઇન્ફોસિસને અપેક્ષા છે કે 2022-23માં રિકવરી ઝડપી થવાની સાથે આ વર્ષ વૃદ્ધિની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. તેથી કંપની તકોનો લાભ લેવા જરૂરી પગલાં લઈ રહી છે.

50 હજાર ફ્રેશર્સને તક મળશે

પારેખે જણાવ્યું કે 2022-23માં કંપની 50,000 નવી ભરતી કરશે. અગાઉ, IT ઉદ્યોગ સંસ્થા NASSCOM દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં, તેમણે કહ્યું હતું કે 2022-23માં 55,000 થી વધુ ફ્રેશર્સની ભરતી થઈ શકે છે. પારેખે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-22 માટે, ઇન્ફોસિસે 85,000 ફ્રેશર્સની ભરતી કરી છે. જાન્યુઆરી-માર્ચ 2022માં કંપની છોડનારા કર્મચારીઓની સંખ્યા પણ ઘણી વધારે હતી. આ દરમિયાન ઈન્ફોસિસના 27.7 ટકા કર્મચારીઓએ તેમની નોકરી છોડી દીધી. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં આ આંકડો 25.5 ટકા હતો.

એપ્રિલના પગારમાં વધારો થશે

સલિલ પારેખે આ દરમિયાન કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે એપ્રિલ મહિનાનો પગાર મે મહિનામાં વધશે. જોકે, તેમણે એ નથી જણાવ્યું કે પગારમાં કેટલો વધારો થશે. આ પહેલા મંગળવારે દેશની અગ્રણી IT કંપની TCS એ પણ કર્મચારીઓનો પગાર વધારવાની જાહેરાત કરી હતી. TCS કર્મચારીઓના પગારમાં 6-8 ટકાનો વધારો થશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નફો 12% વધ્યો

જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો ચોખ્ખો નફો 12 ટકા વધીને રૂ. 5,686 કરોડ થયો છે. આ અનુમાન કરતાં થોડું ઓછું છે. વિશ્લેષકો 6,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ લગાવી રહ્યા હતા. આ ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ ગ્રોથ 23 ટકા વધીને રૂ. 32,276 કરોડ થઈ છે.

 

આ પણ વાંચો : PM Narendra Modi ની આ યોજનાએ રેકોર્ડબ્રેક 34.42 કરોડથી વધુ લાભાર્થીઓને 18.60 લાખ કરોડ રૂપિયાની લોન આપી

આ પણ વાંચો : Super Mechanic Contest: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ‘TV9 નેટવર્ક સુપર મિકેનિક કોન્ટેસ્ટ’માં ભાગ લીધો, કાર્યક્રમ વિશે આ કહ્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

 

 

 

Next Article