GATE Exam Answer Key 2022: ગેટ પરીક્ષાની આન્સર કી માટે ઓબ્જેક્શન પ્રક્રિયા આજથી શરૂ, જાણો પરિણામ ક્યારે જાહેર થશે

|

Feb 22, 2022 | 1:44 PM

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ખડગપુર GATE પરીક્ષા (GATE) 2022 આન્સર કી ઑબ્જેક્શન સુવિધા શરૂ કરશે. આન્સર કીને ચેલેન્જ કરવા માટે 500 રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

GATE Exam Answer Key 2022: ગેટ પરીક્ષાની આન્સર કી માટે ઓબ્જેક્શન પ્રક્રિયા આજથી શરૂ, જાણો પરિણામ ક્યારે જાહેર થશે
પ્રતિકાત્મક તસવીર

Follow us on

GATE Exam Answer Key Objection 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ખડગપુર GATE પરીક્ષા (GATE) 2022 આન્સર કી ઑબ્જેક્શન સુવિધા શરૂ કરશે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ gate.iitkgp.ac.in પર કામચલાઉ GATE આન્સર કીને ઑનલાઇન પડકારી શકશે. GATE પરીક્ષા માટે આન્સર કી સામે વાંધો ઉઠાવવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી છે. આન્સર કીને ચેલેન્જ કરવા માટે 500 રૂપિયા ચાર્જ કરવામાં આવશે. ઉમેદવારોએ વાંધો ઉઠાવવા માટે પુરાવા સબમિટ કરવાના રહેશે. જો કોઈપણ ઉમેદવાર તેના સમર્થનનો પુરાવો બતાવવામાં નિષ્ફળ જશે તો GATE પરીક્ષાની આન્સર કીની ચેલેન્જ રદ કરવામાં આવશે.

એપ્લિકેશન પોર્ટલ પર ગેટ પરીક્ષા 2022ની આન્સર કીની રિલીઝની તારીખ 21 ફેબ્રુઆરી 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. ગેટ 2022 આન્સર કી ચેલેન્જની શરૂઆતની તારીખ 22 ફેબ્રુઆરી, 2022 છે અને આન્સર કીને પડકારવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી, 2022 છે. GATE પરિણામ 17 માર્ચ, 2022 ના રોજ જાહેર કરવામાં આવશે, જ્યારે સમિતિ ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલા તમામ પડકારોની સમીક્ષા કરશે.

વાંધા અરજી કેવી રીતે કરવી

સૌ પ્રથમ, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ-gate.iitkgp.ac.inની મુલાકાત લેવી પડશે. આગલા સ્ટેપમાં, તેઓએ “2022 આન્સપ કી ઓબ્જેક્શન” લિંક પર ક્લિક કરવાનું રહેશે. લિંક પર ક્લિક કર્યા પછી વિન્ડોમાં એક નવું પેજ ખુલશે. ઉમેદવારોએ જરૂરી ઓળખપત્રોનો ઉપયોગ કરીને લૉગ ઇન કરવું પડશે. લોગીન કર્યા પછી સાચા આન્સરની આઈડી અને વિકલ્પ આઈડી સાથે પ્રશ્ન આઈડી દેખાશે. ઉમેદવારોએ પડકારવા માટેનો પ્રશ્ન અને વિકલ્પ ID પસંદ કરવું જરૂરી છે. હવે તેઓએ તેમના પડકારના સમર્થનમાં વર્ણન બોક્સમાં વર્ણન લખવાનું રહેશે. છેલ્લે, ચેલેન્જ સબમિશન સમયે ચૂકવણી કરવાની રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

જો ઉમેદવાર IIT ખડગપુર ગેટ 2022 આન્સર કીને પડકારવા માંગે છે તો તેણે/તેણીએ દરેક પ્રશ્ન માટે રૂ. 500 ઉમેદવારો ઈન્ટરનેટ બેંકિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ સુવિધાનો ઉપયોગ કરીને ચૂકવણી કરી શકે છે. જો સમિતિ કોઈપણ પડકારને સાચા તરીકે જાહેર કરે છે. તો ઉકેલો સાથે અંતિમ GATE 2022 આન્સર કી બહાર પાડ્યા પછી સંબંધિત પડકાર માટે ઉમેદવારને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. કોઈપણ સંજોગોમાં જો સમિતિના અભિપ્રાયમાં કોઈપણ પડકાર અમાન્ય હશે, તો કોઈ રિફંડ આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: SBI Recruitment 2022: SBIમાં ઘણી જગ્યાઓ માટે ભરતી, સ્ટેટ બેંકમાં નોકરી માટે કરો અરજી

આ પણ વાંચો: Career in Fisheries & Aquaculture: ફિશરીમાં સરકારી નોકરી સાથે વ્યવસાયનો પણ સ્કોપ, જાણો નોકરી, અભ્યાસક્રમ અને સેલરીની વિગતો

 

Next Article