રક્ષા મંત્રાલયે (Ministry of Defence) એ વહીવટી અને ન્યાયિક સભ્યના પદ (Jobs for Administrative & Judicial Member) પર ભરતી (Recruitment) માટે જાહેરાત બહાર પાડી છે. રક્ષા મંત્રાલય દ્વારા કુલ 24 પોસ્ટ પર ભરતી માટે અરજીઓ મગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો એડમિનિસ્ટ્રેટિવ મેમ્બરના 12 અને ન્યાયિક મેમ્બરના 12 પદ માટે અરજી કરી શકશે. અરજીઓ સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળો ટ્રિબ્યુનલની વેબસાઇટ www.mod.qov.In અને www.aftdelhi.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો 2 મે 2022 સુધીમાં ઑફલાઇન મોડ દ્વારા અરજી સબમિટ કરી શકે છે. અરજી કરવા માટેની અંતિમ તારીખ 2 મે 2022 રાખવામાં આવી છે.
આ પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારીની મહત્તમ ઉંમર 50 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં.
કુલ 24 પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
વહીવટી સભ્ય – 12 પોસ્ટ
ન્યાયિક સભ્ય – 12 પોસ્ટ
ટ્રિબ્યુનલ્સ (સેવાની શરતો) નિયમો 2027 મુજબ, ઉમેદવાર વહીવટી સભ્ય તરીકે નિમણૂક માટે પાત્ર થવા ઉમેદવારે આર્મી અથવા નેવી અથવા એરફોર્સમાં મેજરની રેન્કની કુલ ત્રણ વર્ષના જનરલ અથવા સમકક્ષ તરીકે સર્વિસ કરી હોવી જોઇએ. અથવા નેવી અથવા એરફોર્સમાં જજ એડવોકેટ જનરલ તરીકે ઓછામાં ઓછા એક વર્ષ માટે હોદ્દો ધરાવતો હોવો જોઇએ અથવા સર્વિસ કરેલી હોવી જોઇએ.
ટ્રિબ્યુનલ્સ (સેવાની શરતો) નિયમો 2027 મુજબ, હાઈકોર્ટનો ન્યાયાધીશ હોય તે સિવાયનો ઉમેદવાર ન્યાયિક સભ્ય તરીકે નિમણૂક માટે પાત્ર નથી અથવા દસ વર્ષથી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, આર્મ્ડ ફોર્સિસ ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં સેવાની બાબતોમાં મુકદ્દમાનો નોંધપાત્ર અનુભવ ધરાવતા વકીલ હોવો જરૂરી છે.
આ પદો માટે ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. આ માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અને 2 મે ના રોજ અથવા તે પહેલાં સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ, રૂમ નંબર 199-સી, સાઉથ બ્લોક, સંરક્ષણ મંત્રાલય, નવી દિલ્હી-110011ને યોગ્ય રીતે ભરેલું અરજીપત્ર મે 2022 (સોમવાર) સાંજે 5:30 વાગ્યે અથવા તે પહેલાં મોકલી શકે છે. આપને જણાવી દઇએ કે, 2 મે પછી કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો