JEE Mains 2022: JEE Mains પરીક્ષા ફોર્મ ભરવાની બીજી તક, NTA રજિસ્ટ્રેશન લિંક ફરીથી ખોલી

|

Apr 19, 2022 | 2:43 PM

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઇન 2022 જૂન સત્ર (સત્ર 1) માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ કરી છે. NTAએ નોંધણી કરવા માટે વધુ એક તક આપી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ.

JEE Mains 2022: JEE Mains પરીક્ષા ફોર્મ ભરવાની બીજી તક, NTA રજિસ્ટ્રેશન લિંક ફરીથી ખોલી
CUET Exam 2022

Follow us on

JEE Mains Application form 2022: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ JEE મેઇન 2022 જૂન સત્ર (સત્ર 1) માટે અરજી પ્રક્રિયા ફરી શરૂ કરી છે. NTAએ નોંધણી કરવા માટે વધુ એક તક આપી છે. જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓએ શક્ય તેટલી વહેલી તકે અરજી કરવી જોઈએ. અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2022 છે. JEE મેઈન્સ 2022 જૂન સત્ર માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ jeemain.nta.nic.inની મુલાકાત લેવાની જરૂર છે. NTAએ 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી નોંધણી વિન્ડો ખોલી છે. JEE મેન્સ સત્ર 1 પરીક્ષાની (JEE Mains june session exam) તારીખ લંબાવવામાં આવ્યા પછી, મોટી સંખ્યામાં ઉમેદવારો માંગ કરી રહ્યા હતા કે, તેમને ફરીથી અરજી કરવાની તક આપવામાં આવે. ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરી એકવાર નોંધણી વિન્ડો ખોલી છે.

તમે 25 એપ્રિલના રોજ રાત્રે 9 વાગ્યા સુધી અરજી કરી શકો છો

NTAએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે જણાવે છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ (PM 9) છે જ્યારે ઉમેદવારો 25 એપ્રિલ 11:50 PM સુધી એપ્લિકેશન ફી ચૂકવી શકે છે. તાજેતરમાં JEE Mains પરીક્ષા (JEE Mains Exam Date 2022)ની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. JEE Mains પહેલા સત્રની પરીક્ષા એપ્રિલમાં લેવાતી હતી જે હવે જૂનમાં લેવાશે. અપડેટ કરેલ સમયપત્રક મુજબ, પરીક્ષા 20 જૂનથી 29 જૂન દરમિયાન લેવામાં આવશે. સત્ર બેની પરીક્ષા 2 જુલાઈથી 31 જુલાઈ સુધી ચાલશે. જે વિદ્યાર્થીઓએ વર્ષ 2020-2021માં ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પૂર્ણ કરી છે અથવા 2022માં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી છે તેઓ JEE મેઈન 2022 માટે અરજી કરવા પાત્ર છે.

JEE પરીક્ષા 13 ભાષાઓમાં લેવામાં આવશે

JEE મેઇન 2022 અંગ્રેજી, હિન્દી, આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂ સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં હાથ ધરવામાં આવશે. JEE Mains પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યા બાદ JEE એડવાન્સ પરીક્ષાની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. JEE એડવાન્સ 2022 પરીક્ષાનું રિશેડ્યૂલ હવે 28 ઓગસ્ટે લેવામાં આવશે. અગાઉ તેની તારીખ 3જી જુલાઈ હતી. પરીક્ષાનો સમય લગભગ 1 મહિનો લંબાવવામાં આવ્યો છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો…

આ પણ વાંચો: Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

આ પણ વાંચો: CSEET 2022: ધોરણ 12 પછી કંપની સેક્રેટરી બની શકો છો, આપવી પડશે આ પ્રવેશ પરીક્ષા, ICSIએ બહાર પાડ્યું ફોર્મ, 9 જુલાઈએ યોજાશે પરીક્ષા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article