BHU Hindu Studies: બનારસ હિંદુ યુનિવર્સિટીએ હિંદુ અભ્યાસમાં એમએ કોર્સ કર્યો શરૂ, જાણો તમામ વિગતો

|

Jan 20, 2022 | 11:22 AM

BHU Hinduism MA Course: બનારસ હિંદુ યુનિવર્સિટી વારાણસીએ હિંદુ અભ્યાસમાં નવો MA કોર્સ શરૂ કર્યો છે. BHU અનુસાર MAએ દેશની યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતો આ પ્રકારનો પ્રથમ કોર્સ છે.

BHU Hindu Studies: બનારસ હિંદુ યુનિવર્સિટીએ હિંદુ અભ્યાસમાં એમએ કોર્સ કર્યો શરૂ, જાણો તમામ વિગતો
BHU starts MA course in Hindu Studies (File photo)

Follow us on

BHU Hinduism MA Course: બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) વારાણસીએ હિંદુ અભ્યાસમાં નવો MA કોર્સ શરૂ કર્યો છે. BHU અનુસાર MAએ દેશની યુનિવર્સિટી દ્વારા ઓફર કરવામાં આવતો તેના પ્રકારનો આ પ્રથમ કોર્સ છે. BHUના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શુક્લાએ કોર્સનું ઉદ્ઘાટન કર્યું અને કહ્યું કે, આ એક વિષય કાર્યક્રમ છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને (National Education Policy) અનુરૂપ બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમ આર્ટસ ફેકલ્ટી હેઠળ ફિલોસોફી અને ધર્મ વિભાગ, સંસ્કૃત વિભાગ અને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના સહયોગથી સેન્ટર ફોર ભારત સ્ટડીઝ દ્વારા ઓફર કરવામાં આવશે.

પ્રોફેસર શુક્લાએ કહ્યું કે, આ કોર્સ હિંદુ ધર્મના (Hindu Dharm) ઘણા અજાણ્યા પાસાઓથી વિશ્વને ઉજાગર કરશે અને તેના ઉપદેશોને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. પ્રથમ બેચમાં એક વિદેશી વિદ્યાર્થી સહિત કુલ 45 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. ઉદ્ઘાટન કાર્યક્રમને સંબોધતા, ડૉ. વિજય શંકર શુક્લા, ડિરેક્ટર, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ, હિંદુ અભ્યાસ પર આવા અભ્યાસક્રમોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શતાબ્દી પ્રમુખ પ્રોફેસર રાકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શાશ્વત જીવન મૂલ્યોના નિર્માણ માટે આ અભ્યાસક્રમ મહત્વપૂર્ણ છે. બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)એ પહેલાથી જ આ કોર્સ શરૂ કરવાની વાત કરી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

સ્માર્ટ ક્લાસ દ્વારા શિક્ષણ આપવામાં આવશે

યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. શુક્લાએ માહિતી આપી હતી કે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં (Banaras Hindu University) વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ક્લાસનું આયોજન કરવામાં આવશે અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ અભ્યાસક્રમનો ભાગ બની શકશે. તેમણે કહ્યું કે, વિદેશી વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં અરજીઓ હિંદુ ધર્મમાં અન્ય દેશોની રુચિ દર્શાવે છે.

બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય કુમાર શુક્લાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી 40 બેઠકો સાથે બે વર્ષનો હિંદુ ધર્મ કોર્સ શરૂ કરી રહી છે. વાઈસ ચાન્સેલરે કહ્યું કે, આપણા દેશમાં હિંદુ ધર્મનો આ પહેલો ડિગ્રી કોર્સ હશે. અગાઉ હિમાચલ યુનિવર્સિટીમાં માત્ર એક જ ડિપ્લોમા કોર્સ ચાલતો હતો. અમે યુનિવર્સિટીમાં અન્ય સંસ્કૃતિઓ, ખ્રિસ્તી ધર્મ, ઇસ્લામ જેવી પરંપરાઓ શીખવીએ છીએ જ્યારે હિન્દુ ધર્મ ત્યાં ન હતો.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર અને ઈન્વેસ્ટિગેટર પોસ્ટ પર નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: IIT Roorkee MBA Admission 2022: IIT રૂરકીમાં મેનેજમેન્ટ કોર્સ માટે પ્રવેશ શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article