Alibaba lays off : ચીનની આ દિગ્ગ્જ કંપનીએ 10 હજાર કર્મચારીઓની છટણી કરી,ચીનમાં ધીમી અર્થવ્યવસ્થાએ સંકટનું સ્વરૂપ ધારણ કર્યું

|

Aug 09, 2022 | 7:30 AM

ગયા વર્ષથી ચીનના નિયમનકારી સત્તાવાળાઓ અલીબાબા અને એન્ટ ગ્રુપ જેવી સ્થાનિક ટેક જાયન્ટ્સ પર ઈન્ટરનેટ ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરી રહી છે.

Alibaba lays off : ચીનની આ દિગ્ગ્જ કંપનીએ 10 હજાર કર્મચારીઓની છટણી કરી,ચીનમાં  ધીમી અર્થવ્યવસ્થાએ સંકટનું સ્વરૂપ ધારણ કર્યું
Alibaba lays off

Follow us on

Alibaba lays off: ચીન(China)ના ટેક્નોલોજી જાયન્ટ ગ્રુપ અલીબાબા (Alibaba)એ દેશમાં સુસ્ત વેચાણ અને ધીમી અર્થવ્યવસ્થા(Economy) વચ્ચે ખર્ચ ઘટાડવાના પ્રયાસમાં લગભગ 10,000 કર્મચારીઓને અલવિદા કહ્યું છે. મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર જૂન ક્વાર્ટર દરમિયાન 9,241 થી વધુ કર્મચારીઓએ હાંગઝુ સ્થિત અલીબાબા છોડી દીધી કારણ કે કંપનીએ તેના કુલ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને 2,45,700 કરી દીધી હતી. બીજી તરફ અહેવાલો સામે આવી રહ્યા છે કે જેક મા સરકારી નિયમનકારોના દબાણ વચ્ચે એન્ટ ગ્રુપ પરનું પોતાનું નિયંત્રણ છોડી દેવાની યોજના બનાવી રહ્યા છે.

જૂન સુધીમાં કર્મચારીઓની સંખ્યામાં 13,000 થી વધુનો ઘટાડો થયો

રિપોર્ટ અનુસાર આ કારણે છેલ્લા છ મહિનામાં એટલે કે જૂન સુધી સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના માલિક અલીબાબાના કર્મચારીઓની સંખ્યામાં 13,616નો ઘટાડો થયો છે, જે માર્ચ 2016 પછી ફર્મનો પ્રથમ ઘટાડો છે. જોકે, અલીબાબાના ચેરમેન અને સીઈઓ ડેનિયલ ઝાંગ યોંગે જણાવ્યું હતું કે કંપની આ વર્ષે તેના હેડકાઉન્ટમાં લગભગ 6,000 નવા યુનિવર્સિટી સ્નાતકો ઉમેરશે.

જૂન ક્વાર્ટરમાં અલીબાબાની કમાણીમાં 3.4 બિલિયન ડોલરનો ઘટાડો

અલીબાબાએ જૂન ક્વાર્ટરમાં ચોખ્ખી આવકમાં 50 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે 22.74 બિલિયન યુઆન (3.4 બિલિયન ડોલર) થયો હતો, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 45.14 બિલિયન યુઆન હતો. ચીનમાં વ્યાપારી પ્રવૃત્તિઓ પર ખરાબ અસર પડી રહી છે અને તેની અસર અલીબાબાના બિઝનેસ પર પણ જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જેક મા એન્ટ ગ્રુપ છોડવાની યોજના બનાવી રહ્યા છે

ગયા મહિને અહેવાલો સામે આવ્યા હતા કે અબજોપતિ જેક મા સરકારી નિયમનકારોના દબાણ વચ્ચે એન્ટ ગ્રુપ પરનું પોતાનું નિયંત્રણ છોડી દેવાની યોજના બનાવી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલમાં એક અહેવાલ અનુસાર આ પગલું ફિનટેક જાયન્ટની સંલગ્ન અલીબાબા ગ્રુપ હોલ્ડિંગથી દૂર જવાના પ્રયાસના ભાગ રૂપે છે. જે સખ્ત સરકારી તપાસ હેઠળ છે.

રેગ્યુલેટર્સ કડક કાર્યવાહી કરી રહ્યા છે

ગયા વર્ષથી ચીનના નિયમનકારી સત્તાવાળાઓ અલીબાબા અને એન્ટ ગ્રુપ જેવી સ્થાનિક ટેક જાયન્ટ્સ પર ઈન્ટરનેટ ક્ષેત્રમાં તેમનું વર્ચસ્વ ખતમ કરવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. અહેવાલ અનુસાર જેક મા તેમની અમુક વોટિંગ પાવરને ચીફ એક્ઝિક્યુટિવ એરિક જિંગ સહિત અન્ય એન્ટ એક્ઝિક્યુટિવ્સને ટ્રાન્સફર કરીને નિયંત્રણ છોડી શકે છે. 1999 માં સ્થપાયેલ અલીબાબામાં મોટા ફેરફારો થયા જ્યારે જેક મા એ 2015 માં ડેનિયલ ઝાંગને CEO તરીકે પસંદ કર્યા અને 2019 માં તેમને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા.

Published On - 7:30 am, Tue, 9 August 22

Next Article