ZOMATO IPO : પહેલાજ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો IPO , Retail Investors નો મળ્યો જબરદસ્ત પ્રતિસાદ , જાણો વિગતવાર

|

Jul 15, 2021 | 9:02 AM

Zomato IPO નો ઇશ્યૂ શરૂ થયાની મિનિટોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.69 ગણો ભરાઈ ગયોહતો. બિન-સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધી ફક્ત 13 ટકા અનામત શેરની બોલી લગાવી છે.

ZOMATO IPO : પહેલાજ દિવસે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયો IPO , Retail Investors નો મળ્યો જબરદસ્ત પ્રતિસાદ , જાણો વિગતવાર
Zomato stock Update

Follow us on

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોના આઈપીઓ(ZOMATO IPO)ને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ જ દિવસે કંપનીનો ઇશ્યુ સંપૂર્ણ રીતે સબ્સ્ક્રાઇબ થયો છે. 14 જુલાઈ 2021 ના ​​રોજ તેને 1.05 ગણી બિડ મળી છે. કંપનીના 71.92 કરોડ ઇક્વિટી શેરના બદલે 75.60 કરોડ ઇક્વિટી શેર માટે બોલી લગાવાઈ છે. ઇશ્યૂ શરૂ થયાની મિનિટોમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.69 ગણો ભરાઈ ગયોહતો. બિન-સંસ્થાકીય રોકાણકારોએ અત્યાર સુધી ફક્ત 13 ટકા અનામત શેરની બોલી લગાવી છે.

કર્મચારીઓ માટેનો અનામત હિસ્સો અત્યાર સુધીમાં 18 ટકા ભરાયો છે
સંસ્થાકીય ખરીદારોનો ઝોમાટો આઇપીઓમાં શેર 98 ટકા સબ્સ્ક્રાઇબ થયો છે. કંપનીના કર્મચારીઓ માટે અનામત શેર અત્યાર સુધીમાં 18 ટકા ભરાયો છે. ઝૉમાટોએ રિટેઇલ રોકાણકારો માટે 10 ટકા હિસ્સો અનામત રાખ્યો હતો. કંપનીના ઇશ્યૂનો પ્રાઈસ બેન્ડ 72-76 રૂપિયા છે. કંપનીએ 136 જુલાઇ 2021 સુધીમાં 186 એન્કર રોકાણકારો પાસેથી રૂ 4,196.51 કરોડ એકત્ર કર્યા છે. કંપની હવે બાકીના ઇશ્યૂના પૈસા આઇપીઓ દ્વારા ઉભી કરશે. કંપનીનો આઈપીઓ ૧૪ જુલાઈએ ખુલ્યો છે અને 16 જુલાઈના રોજ બંધ થશે. કંપનીએ 9000 કરોડનો નવો ઇશ્યૂ જારી કર્યો છે જ્યારે 5 375 કરોડ OFS દ્વારા ઉભા કરવામાં આવશે.

IPO દ્વારા કંપની 9,375 કરોડ રૂપિયા એકત્રિત કરવાની છે. કંપનીને ગયા અઠવાડિયે જ સેબી પાસેથી આ મંજૂરી મળી હતી. રોકાણકારોની મજબૂત માંગને ધ્યાનમાં રાખીને કંપનીએ આ IPO વહેલી તકે રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીનો ઇશ્યૂ પ્રાઈસ બેન્ડ 70-72 રૂપિયા છે. આ પ્રાઈસ બેન્ડ મુજબ કંપની 9375 કરોડ રૂપિયા ઉભા કરવા યોજના બનાવી રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઝોમાટોના હિસ્સેદારોમાં ઉબેર (9.13%), એલિપાય સિંગાપોર (8.33%), એન્ટફિન સિંગાપોર (8.2%), ઇન્ટરનેટ ફંડ (6%), એસસીઆઈ ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ (6%) અને દીપિંદર ગોયલ પાસે 5.51 ટકા છે.એક ન્યુઝ રિપોર્ટ અનુસાર, ઝુમાટો શેર ગ્રે માર્કેટમાં શેર દીઠ રૂ. 78-80 પર ટ્રેડ કરી રહ્યા છે.

એક નજર ZOMATO IPO ની કેટલીક અગત્યની વિગતો ઉપર

Zomato IPO Details
IPO Opening Date 14-Jul-21
IPO Closing Date 16-Jul-21
Basis of Allotment Date 22-Jul-21
Initiation of Refunds 23-Jul-21
Credit of Shares to Demat Account 26-Jul-21
IPO Listing Date 27-Jul-21
Market Lot 195 Shares
Min Order Quantity 195 Shares
Issue Type Book Built Issue IPO
Face Value ₹1 per equity share
IPO Price ₹72 to ₹76 per equity share
Next Article