Zomato IPO: આવી રહી છે કમાણીની તક, ઝોમાટો 8250 કરોડનો IPO લાવશે

|

Jul 03, 2021 | 8:59 AM

આ મહિનામાં તૈયારી કરી રહેલી 11 કંપનીઓમાં Zomato 8,250 કરોડનો IPO લાવશે. એટલે કે, એક મહિનામાં આઈપીઓમાંથી જે કુલ રકમ ઉભી કરશે તેના અડધા ભાગનું ભંડોળ ઝોમાટો એકત્રિત કરશે.

Zomato IPO: આવી રહી છે કમાણીની તક, ઝોમાટો  8250 કરોડનો IPO  લાવશે
Zomato stock Update

Follow us on

ફૂડ ડિલિવરી કંપની ઝોમાટો(Zomato) ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લાવવાની યોજના બનાવી રહી છે. IPOના માધ્યમથી કંપની રોકાણકારોને પૈસા કમાવવાની તક પણ આપવા જઈ રહી છે. ઝોમાટોનો ઈશ્યુ આ મહિનામાંઆવી શકે છે. કંપનીને 8.7 અબજનું વેલ્યુએશન મળવાની અપેક્ષા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીના ઇશ્યૂમાં ગ્લોબલ ટેક સ્પેશિયાલિસ્ટ ફંડ્સ અને ઇએમ ફંડ્સ તરફથી સારો રસ જોવા મળી રહ્યો છે. તેનાથી કંપનીના વેલ્યુએશનમાં વધારો થઈ શકે છે. હોંગકોંગના ડિલિવરી પ્લેટફોર્મ Meituan માં ઝૉમાટોની લિસ્ટિંગ વધુ છે. ઝોમાટો તેના IPO માટે SEBIની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.

સૂત્રોનું માનવું છે કે ઝોમાટોએ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ દ્વારા પ્રાથમિક ભંડોળ એકત્ર કરવાની મર્યાદામાં 20 ટકાનો વધારો કરીને 1.2 અબજ ડોલર કરી રહી છે. સેકન્ડરી પોર્શનમાં એટલે કે ઓફર ફોર સેલ દ્વારા ભંડોળ ઉભું કરવાની મર્યાદા 50 ટકા ઘટાડીને 5 કરોડ ડોલર કરવામાં આવી છે. ઇન્ફોએજ ઓફર ફોર સેલમાં તેનો હિસ્સો વેચી શકે છે. ઝોમેટોમાં ઇન્ફોએજનો 18 ટકા હિસ્સો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઝોમાટો અને ઇન્ફોએજને આ મામલે જોકે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. ઝોમાટો IPO દ્વારા 9 અબજ ડોલરનું વેલ્યુએશન પ્રાપ્ત કરવા માંગે છે. અગાઉ કંપનીએ 5.4 અબજ ડોલરના મૂલ્ય પર ભંડોળ એકઠું કર્યું હતું.

આ મહિનામાં તૈયારી કરી રહેલી 11 કંપનીઓમાં ઝોમાટો 8,250 કરોડનો આઈપીઓ લાવશે. એટલે કે, એક મહિનામાં આઈપીઓમાંથી જે કુલ રકમ ઉભી કરશે તેના અડધા ભાગનું ભંડોળ ઝોમાટો એકત્રિત કરશે.. આ ફૂડ ડિલિવરી કંપની છે. આ ઉપરાંત ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ 1,800 કરોડ એકત્ર કરશે, જ્યારે ક્લીન સાયન્સ 1,500 કરોડ રૂપિયા ઉભા કરવાની યોજના બનાવી રહી છે. ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક 1,350 કરોડ, કૃષ્ણા ડાયગ્નોસ્ટિક રૂ. 1,200 કરોડ એકત્ર કરશે.

Published On - 8:59 am, Sat, 3 July 21

Next Article