
ઝોહોની Arattai એપ ધીરે-ધીરે લોકપ્રિયતા મેળવી રહી છે. મહિન્દ્રા ગ્રુપના સીઈઓએ પણ આ સ્વદેશી એપ ડાઉનલોડ કરી છે, જે વોટ્સએપ માટે એક પડકારરૂપ છે. ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુ નિયમિતપણે ટ્વિટર (X) દ્વારા એપ અને ઝોહોની કંપનીની સ્ટ્રેટેજી વિશે ટ્વીટ કરે છે.
તેમણે હવે Arattai માં આવનારી એક નવી સર્વિસ વિશે ટ્વીટ કર્યું છે. આ સર્વિસ વોટ્સએપ પર પહેલાથી જ ઉપલબ્ધ છે. જો કે, Arattai માં કેટલીક સુવિધા એવી પણ છે કે, જે વોટ્સએપમાં જોવા નથી મળી રહી. બીજીબાજુ Arattai માં વોટ્સએપના કેટલાંક ફીચર્સ મિસિંગ છે, જે ટૂંક સમયમાં App પર રજૂ કરવામાં આવશે.
Even as our Arattai team is scaling up and fine tuning the product, our other product teams are hard at work.
Last year Zoho became an RBI authorized payment aggregator in India and launched our online payment solutions. We are now deepening our fintech footprint by unveiling… pic.twitter.com/xRImMnChm7
— Sridhar Vembu (@svembu) October 7, 2025
વેમ્બુએ X પર ટ્વિટ કર્યું કે, ઝોહોએ પેમેન્ટ ફીલ્ડમાં તેની હાજરી મજબૂત કરવા માટે પોતાના પોઈન્ટ-ઓફ-સેલ (POS) ડિવાઇસ લોન્ચ કર્યા છે. આ ડિવાઇસ ક્રેડિટ/ડેબિટ કાર્ડ અને QR કોડ દ્વારા પેમેન્ટ પ્રાપ્ત કરી શકે છે, જેમાં સાઉન્ડ બોક્સ પણ જોવા મળશે.
વેમ્બુએ ટ્વીટમાં છેલ્લે લખ્યું છે કે, “ગ્રાહકો માટે Zoho Pay ને Arattai માં એકીકૃત કરવામાં આવશે. કૃપા કરીને અમને થોડો સમય આપો.” આનો અર્થ એ છે કે, ભવિષ્યમાં WhatsApp, GPay, Phone Pay ની જેમ Arattai નો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાશે.
વેમ્બુ વારંવાર X દ્વારા Zoho ના પ્રોડક્ટસ અને એપ્સ સંબંધિત માહિતી શેર કરે છે. તાજેતરમાં, તેણે ટ્વિટ કર્યું હતું કે, Zoho ની ‘Arattai’ પ્રોડક્ટ બહારથી ભલે સિમ્પલ લાગે પણ અંદરથી ખૂબ જ જોરદાર છે. આ પ્રોડક્ટ Zoho ના પોતાના એન્જિનિયરિંગ ફ્રેમવર્ક પર ચાલે છે. આ ફ્રેમવર્કમાંથી એક મેસેજિંગ/AV છે, જે 15 વર્ષથી વધુ સમયથી Zoho ના રીઅલ-ટાઇમ ઓપરેશન્સને ચલાવી રહ્યું છે. આ ફ્રેમવર્કને 15 વર્ષની સખત મહેનતથી વધારે સારું બનાવવામાં આવ્યું છે.